17 june, 2024

100 રૂપિયા બચાવી SIP કરાવો તો 10 લાખ જમા કરવામાં કેટલો સમય લાગશે?

અમીર બનવા માટે કોઈ શોર્ટ કટ નથી. તમે તમારી આવક બચાવીને અથવા વધારીને ધનવાન બની શકો છો.

જો તમે દરરોજ નાની રકમ પણ બચાવો છો, તો તમે થોડા વર્ષોમાં એક વિશાળ ભંડોળ એકઠા કરશો.

તમે દરરોજ 100 રૂપિયા બચાવી શકો છો અને દર મહિને મ્યુચ્યુઅલ ફંડ SIPમાં 3000 રૂપિયા મૂકી શકો છો. અહીં લાંબા ગાળે 12 ટકા વાર્ષિક સરેરાશ વળતર સરળતાથી મળી શકે છે.

જો તમે મ્યુચ્યુઅલ ફંડ SIPમાં દર મહિને રૂપિયા 3000નું રોકાણ કરો છો.

તો 13 વર્ષમાં તમારી પાસે રૂપિયા 11,27,793નું ફંડ એકઠું થશે. આમાં તમારી વ્યાજની આવક 6,59,793 રૂપિયા થશે.

જો તમે આ રોકાણને 20 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો કુલ ફંડ 29,97,444 રૂપિયા થઈ જશે. જેમાં 22,77,444 રૂપિયા વ્યાજની આવક થશે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ નિષ્ણાતોની સલાહ લીધા બાદ કરવી.