સવારનો નાસ્તો ન કરીએ તો શરીરને કેવા નુકસાન થાય ? 

22 July, 2024

કેટલાય લોકો એવા છે જે સવારે ઉઠીને નાસ્તો નથી કરતાં પરંતુ સીધા બપોરે જમે છે.

આવા લોકો માટે ડોક્ટરે ખાસ સલાહ આપી છે અને જણાવ્યું કે ઉઠીને બપોર સુધી ભૂખ્યા રહેવું કેટલું જોખમી.

આપણે જ્યારે  સાવરે ઊઠીએ ત્યારે આપણાં શરીરનું શુગર લેવલ એક દમ નીચું હોય છે.

આ સમય દરમ્યાન મગજ હ્રદય અને લીવરને સૌથી વધુ શુગર અને ઑક્સીજનની જરૂરિયાત હોય છે.

આ સમય દરમ્યાન જો શરીરના આ અંગોને શુગર પૂરું પાડવામાં ન આવે તો યાદશક્તિ ગુમાવવી, તણાવ, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થાય છે.

સાથે સાથે કોલેસ્ટ્રોલ નબળું થવું, પાચનમાં સમસ્યા જેવી પણ સમસ્યા વધતી જાય છે.

આ માટે આ તમામ વસ્તુમાં સૌથી વધુ મહત્વનું હોય તો એ સવારનો નાસ્તો છે.

આ કારણે ડૉક્ટર દ્વારા જણાવ્યા અનુસાર સવારનો નાસ્તો ફરજિયાત કરવો જોઈએ.

રિસર્ચ અનુસાર જે લોકો નાસ્તો નથી કરતાં તેવા લોકોને 30-40 % આ તમામ બીમારીઓ વધવાની સંભાવના રહેલી છે.

ખાસ કરીને વજન વધવા પાછળનું મુખ્ય કારણ પણ સવારનો નાસ્તો ન કરવાને માનવામાં આવે છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.

All Photos - Canva