14 june, 2024

વર્ષનું બીજું સૂર્યગ્રહણ આ દિવસે થશે

આ વર્ષે 2024માં 2 સૂર્યગ્રહણ થશે, વર્ષ 2024નું પહેલું સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં થયું હતું. આ સંપૂર્ણ સૂર્યગ્રહણ હતું જેમાં અમુક જગ્યાએ થોડા સમય માટે સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો હતો.

વર્ષ 2024નું બીજું સૂર્યગ્રહણ ઓક્ટોબર મહિનામાં થશે. હિંદુ કેલેન્ડર મુજબ વર્ષનું આ બીજું સૂર્યગ્રહણ વલયાકાર હશે, આવા સૂર્યગ્રહણને 'રિંગ ઓફ ફાયર' પણ કહેવામાં આવે છે.

જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી અને સૂર્યની સમગ્ર બાહ્ય ધાર એક તેજસ્વી રિંગ તરીકે દેખાય છે, ત્યારે આવા સૂર્યગ્રહણને વલયાકાર સૂર્યગ્રહણ કહેવામાં આવે છે

આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર, બુધવારના રોજ થશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ રાત્રે 9.13 કલાકે શરૂ થશે અને 3.17 કલાકે સમાપ્ત થશે. આ સૂર્યની કુલ અવધિ 6 કલાક 4 મિનિટ સુધી રહેશે.

આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની જેમ બીજું સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં. ભારતમાં ગ્રહણ ન દેખાતું હોવાને કારણે તેનો સુતક કાળ પણ માન્ય રહેશે નહીં.

દક્ષિણ અમેરિકાના ઉત્તરીય વિસ્તારો જેમ કે આર્જેન્ટિના અને પેરુ સિવાય આ સૂર્યગ્રહણ ફિજી, ચિલી, બ્રાઝિલ, મેક્સિકો, ન્યુઝીલેન્ડ અને પેસિફિક મહાસાગરના વિસ્તારોમાં દેખાશે. આ ગ્રહણ આર્કટિક ક્ષેત્રમાં પણ સારી રીતે જોવા મળશે.

સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક કે પાણીનું સેવન ન કરો, સૂતકની શરૂઆત થાય તે પહેલાં રાંધેલા ખોરાકમાં તુલસીના પાન નાખો.

આ સમયગાળા દરમિયાન, મંદિરમાં પૂજા અથવા સૂવું નહીં. આ સમયગાળા દરમિયાન નખ અને વાળ કાપવા પર પણ પ્રતિબંધ છે.