ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

29-3-2024

Pic - canva

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની શરુઆત થઈ છે.

હવામાન વિભાગ દ્વારા ઉનાળા અને ચોમાસામાં અલગ અલગ રંગના એલર્ટ આપવામાં આવે છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતા એલર્ટમાં  ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ હોય છે.

ઉનાળા અને ચોમાસામાં ખાસ કરી હવામાન વિભાગ દ્વારા લોકોને સાવધાન કરવા માટે એલર્ટ આપે છે.

જ્યારે ગરમીનું તાપમાન 41.1 થી 43 ડિગ્રી હોય ત્યારે યલો એલર્ટ આપવામાં આવે છે.

ગરમીનું તાપમાન 43.1 થી 45 ડિગ્રી થાય છે ત્યારે હવામાન વિભાગ દ્વાર ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે.

ઉનાળામાં રેડ એલર્ટની પરિસ્થિતિ ત્યારે આવે છે જ્યારે હીટવેવ 6 દિવસથી પણ વધારે આપવામાં આવે છે. તેમજ તાપમાન 45 ડિગ્રીથી વધારે હોય ત્યારે આપવામાં આવે છે.

સામાન્ય રીતે 45 ડિગ્રી તાપમાન હોય ત્યારે તેને હીટવેવ કહેવામાં આવે છે.