પ્રોટીન પાઉડર દૂધ સાથે લેવો જોઈએ કે પાણી સાથે? જાણો

07 jULY 2023

Pic credit - Getty/AI

By: Mina Pandya

ફિટનેસ ફ્રીક લોકોમાં પ્રોટીન શેક ખૂબ જ લોકપ્રિય છે. વર્કઆઉટ પછી શરીરને એનર્જી આપવામાં અને મસલ્સ રિકવરીમાં તે ઘણો ફાયદાકારક છે.

Pic credit - Getty/AI

By: Mina Pandya

કેટલાક લોકો પાણી સાથે પ્રોટીન શેક લેવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો તેને દૂધમાં મિક્સ કરીને પીવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, લોકોના મનમાં ઘણીવાર પ્રશ્ન આવે છે કે પ્રોટીન શેક લેવાની શ્રેષ્ઠ રીત કઈ છે?

Pic credit - Getty/AI

By: Mina Pandya

નિષ્ણાતોનું કહેવુ છે કે પ્રોટીન શેક દૂધ સાથે લેવો વધુ ફાયદાકારક છે કારણ કે દૂધ માત્ર વધારાનું પ્રોટીન જ નથી આપતું, પરંતુ તે શેકને વધુ સ્વસ્થ અને ફાયદાકારક પણ બનાવે છે. તેનાથી સ્નાયુઓના વિકાસમાં મદદ મળે છે.

Pic credit - Freepik

By: Mina Pandya

પાણી ભલે કેલરી-ફ્રી હોય, પરંતુ દૂધમાં રહેલી થોડી વધારાની કેલરી મસલ્સ બનાવવા અને તેને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરે છે કારણ કે દૂધમાં પ્રોટીન પણ હોય છે.

Pic credit - Freepik

By: Mina Pandya

ગાયના દૂધમાં રહેલા 80% પ્રોટીનને કેસીન કહેવામાં આવે છે જે સ્નાયુઓ બનાવવા માટે જરૂરી છે. તે એમિનો એસિડનો વધુ સારો સ્ત્રોત છે. ખાસ વાત એ છે કે આપણું શરીર એમિનો એસિડ પોતાની જાતે  નથી બનાવી શકતું .

Pic credit - Freepik

By: Mina Pandya

કેસીન ધીમે ધીમે પચે છે, જેના કારણે તે લાંબા સમય સુધી શરીરમાં સ્નાયુ બનાવતા એમિનો એસિડ પહોંચાડતું રહે છે. એટલે કે, જો તમે દૂધ સાથે પ્રોટીન શેક પીઓ છો, તો તે ધીમે ધીમે ડાઈજેસ્ટ થાય છે. 

Pic credit - Freepik

By: Mina Pandya

workout2020 માં કરવામાં આવેલા એક સંશોધન મુજબ, 'જો તમે સૂવાની 30 મિનિટ પહેલા 40 ગ્રામ કેસીન લો છો, તો તે રાત્રે મસલ્સને રિપેર કરે છે, સોજો ઘટાડે છે અને પીડામાં રાહત આપે છે.

Pic credit - Freepik

By: Mina Pandya

જ્યારે, કેટલાક નિષ્ણાતોના મતે, 'પ્રોટીન શેક અને દૂધ એકસાથે પીવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને જો તમે લેક્ટોઝ ઈન્ટોલરન્સ હોવ તો ખાસ.

Pic credit - AI

By: Mina Pandya

આ સ્થિતિમાં, જો તમે વજન ઘટાડવા અને મસલ્સ બનાવવા માંગતા હો, તો દૂધ સાથે પ્રોટીન શેક લો. બીજી બાજુ, જો તમને પાચનની સમસ્યા હોય અને તમે ઝડપથી વજન ઘટાડવા માંગતા હો, તો પાણી સાથે પ્રોટીન શેક પીવો વધુ સારું રહેશે.

Pic credit - AI

By: Mina Pandya