6 july 2025

લંડનના Visa માટે ખાતામાં કેટલા રુપિયા હોવા જોઈએ?

Pic credit - AI

દરેક વ્યક્તિને વિદેશ જવાનો શોખ હોય છે, પરંતુ આ માટે વિઝા જરૂરી છે. વિઝા મેળવવા માટે બેંક ખાતામાં પૂરતા પૈસા હોવા પણ જરૂરી છે.

Pic credit - AI

જો કોઈ લંડન જવા માંગે છે, તો તેના માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે ઇંગ્લેન્ડ વિઝા માટે બેંક ખાતામાં કેટલા પૈસા હોવા જોઈએ.

Pic credit - AI

ખાતામાં પૈસા હોવાથી ખાતરી મળે છે કે તમે જે દેશમાં જઈ રહ્યા છો ત્યાં રહેવા, ખાવા અને ફરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

Pic credit - AI

જોકે, યુકે સરકારે વિઝા અરજી માટે કોઈ નિશ્ચિત બેંક બેલેન્સ નક્કી કર્યું નથી. તેમ છતાં, સલાહ આપવામાં આવે છે કે તમારી પાસે પૂરતું ભંડોળ હોવુ જરુરી છે.

Pic credit - AI

છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ જોવામાં આવે છે કે તમે છેલ્લા 6 મહિનાથી તમારા ખાતામાં આ રકમ જાળવી રહ્યા છો કે તે અચાનક ક્યાંકથી આવી ગઈ છે.

Pic credit - AI

બેંક ખાતામાં કેટલા પૈસા હોવા જોઈએ તે પણ તમે ત્યાં કેટલા દિવસો અને કયા કામ માટે જઈ રહ્યા છો તેના પર આધાર રાખે છે.

Pic credit - AI

જોકે, ઇંગ્લેન્ડના વિઝિટર વિઝા મેળવવા માટે, બેંક ખાતામાં ઓછામાં ઓછા 2 થી 3 લાખ રૂપિયા હોવા જરૂરી છે.

Pic credit - AI

ત્યાંના સિંગલ વિઝિટર વિઝા માટે, જે 6 મહિના માટે માન્ય છે, અરજી ફી 10,719 રૂપિયા છે. આને ટૂંકા ગાળાના વિઝા કહેવામાં આવે છે.

Pic credit - AI

વિઝિટર વિઝા ઉપરાંત, સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, બિઝનેસ વિઝા જેવી ઘણી કેટેગરીઓ છે. આ બધા માટે અલગ અલગ નિયમો અને શરતો છે.

Pic credit - AI