કયા દિવસોમાં શારીરિક સંબંધ રાખવાથી પ્રેગ્નેન્સી રહી શકે ?

25 જાન્યુઆરી, 2025

ઘણા બધા લોકોના પ્રશ્ન છે કે પિરિયડની ડેટ અનુસાર પ્રેગ્નેન્સી કન્સીવ કરવા માટે કયો ટાઈમ બેસ્ટ રહેશે કે કયા દિવસો દરમિયાન શારીરિક સંબંધ રાખી શકાય?

સપોઝ કે જે લોકોની પિરિયડની સાયકલ 30 દિવસની છે, તો પાછળના દિવસોમાંથી માઇનસ 14 કરી અને જે દિવસ આવશે મતલબ કે 16મો દિવસ.

એના આગળના ચાર કે પાંચ દિવસ અને પાછળના બે કે ત્રણ દિવસ જે ફીમેલની ફર્ટાઇલ વિન્ડો કહેવાશે.

આ દિવસોમાં રોજ સંબંધ રાખાય તો રોજ અથવા એકાદ દિવસ સંબંધ રાખવા.

આ દિવસોમાં સંબંધ રાખવાથી પ્રેગ્નેન્સી કન્સીવ કરવાના ચાન્સીસ વધારે હોય છે.

જે લોકોને અનિયમિત પિરિયડની સાયકલ છે કે 35 દિવસની કે 40 દિવસની પિરિયડ સાયકલ છે કે 21 કે 22 દિવસની પિરિયડની સાયકલ છે.

તો એ લોકોએ માસિકના સાતમા દિવસથી 20મા દિવસ વચ્ચે એકાદ દિવસ સંબંધ રાખવો હોય તો એકાદ અને રોજ સંબંધ રાખવો હોય તો રોજ સંબંધ રાખી શકાય છે.

આ દિવસોમાં પ્રેગ્નેન્સી કન્સીવ થવાના ચાન્સીસ વધારે છે.

credit - dr jalpa

તમે ઓવ્યુલેશન કીટનો યુઝ કરીને પણ તમારા ઓવ્યુલેશન ડેઝને ટ્રેક કરી શકો છો.