પેકેટવાળા દૂધને ગરમ કરવુ જોઈએ કે સીધુ જ પીવુ જોઈએ?

1 May 2025

Pic credit - AI

By: Mina Pandya

મોટાભાગના લોકો દૂધને ઉકાળીને પીવે છે. જેવુ ઘરમાં દૂધ આવે છે કે સૌથી પહેલા તેને ગેસ પર ઉકાળવા માટે મુકી દે છે.

Pic credit - AI

જો તમારી ઘરે પેકેટના બદલે લૂઝ દૂધ આવતુ હોય તો તેને ગરમ કરવુ જરૂરી છે. પરંતુ જો તમે પેકેટનું દૂધ ખરીદો છો તો આ સવાલ જરૂર થવો જોઈએ કે દૂધને ઉકાળવું જોઈએ? 

Pic credit - AI

આજે અમે આપને જણાવશુ કે એક્સપર્ટ્સનું આ અંગે શું કહેવુ છે. પેક્ડ દૂધને ઉકાળવુ જોઈએ કે નહી?

Credit: Freepik

પેક્ડ મિલ્ક સામાન્ય રીતે પેશ્ચ્યુરાઈઝ્ડ હોય છે. આ એક એવી પ્રક્રિયયા ચે જેમા દૂધને થોડા સમય માટે એક નિશ્ચિત તાપમાન પ ગરમ કરવામાં આવે છે અને ફરી જલદી ઠંડુ કરી દેવામાં આવે છે.

Credit: AI

આ પ્રક્રિયામાં દૂધમાં રહેલા હાનિકારક કિટાણુ અને બેક્ટેરિયા મરી જાય છે પરંતુ પોષક તત્વો જળવાઈ રહે છે. એવામાં ડૉક્ટર્સનું માનવુ છે કે પેક્ડ દૂધને બીજીવાર ગરમ કરવાની જરૂર નથી.

Credit: AI

પેશ્ચ્યુરાઈજ્ડ દૂધ, પેક્ડ દૂધ, સીધુ પેકેટમાંથી કાઢીને પીવુ સુરક્ષિત છે. કેટલાક લોકો આદતને વશ થઈ તેને ઉકાળે છે. તેમને લાગે છે કે આમ કરવાથી દૂધ વધુ હેલ્ધી થઈ જશે. 

Credit: Freepik

પરંતુ હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે પેકેટ દૂધને બીજીવાર ઉકાળવાથી તે વધારે આરોગ્યપ્રદ નથી રહેતુ. ઉલટાનુ તેના પોષક તત્વો નષ્ટ થઈ શકે છે અને સ્વાદ પણ બદલી શકે છે.

Credit: Meta AI

ડૉક્ટર્સનું પણ કહેવુ છે કે જો તમે પેક્ડ દૂધના સ્ટોરેજ કે બ્રાંડ વિશે ખબર નથી અને જો એ તમે બાળકો અથવા ઓછી ઈમ્યુનિટીવાળા વ્યક્તિને આપી રહ્યા છો તે ઉકાળવુ મદદરૂપ થઈ શકે.

Credit: Meta AI

આ સાથે ડૉક્ટર્સ એ પણ સલાહ આપે છે કે દૂધને ફ્રિઝમાં બરાબર રીતે સ્ટોર કરો અને એક્સપાયરી ડેટ આવ્યા પહેલા જ તેનો ઉપયોગ કરો.

Credit: Meta AI