13 ફેબ્રુઆરી 2024

વસંત પંચમી પર મા સરસ્વતિની આરાધનાનો દિવસ,જાણો પૂજા વિધી અને શુંભ મૂહૂર્ત

મહા મહિનીની શુક્લ પક્ષની પંચમીના રોજ જ્ઞાન અને બુદ્ધિની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ પૂજાના તહેવારને વસંત પંચમી કહેવામાં આવે છે

વર્ષના ખાસ શુભ મુહૂર્તમાંનો એક હોવાથી તેને 'વણજોયું મુહૂર્ત' પણ કહેવામાં આવે છે. તેમાં લગ્ન,વાસ્તુ અને અન્ય શુભ કાર્યો કરી શકાય છે

આ વર્ષે વસંત પંચમીનો તહેવાર 14 ફેબ્રુઆરી બુધવારે ઉજવવામાં આવશે. આવો અમે તમને વસંત પંચમીના શુભ સમય અને પૂજાની રીત જણાવીએ

ઉદય તિથિને કારણે 14 ફેબ્રુઆરીએ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે સરસ્વતી પૂજાનો શુભ સમય સવારે 7.00 થી બપોરે 12.41 સુધીનો રહેશે

 તમારી પાસે સરસ્વતી પૂજા માટે લગભગ સાડા પાંચ કલાકનો સમય હશે. ચાલો હવે તમને જણાવીએ વસંત પંચમીની પૂજા

વસંત પંચમીના દિવસે પીળા કે સફેદ વસ્ત્રો પહેરો. કાળા કે લાલ કપડા ન પહેરો. પછી પાટલી પર પીળું કપડું ફેલાવી દેવી સરસ્વતીના મુર્તિ સ્થાપિત કરવી.પૂજા કરવાની રીત

દેવીની પૂજા કરોઃ પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને પૂજાની શરૂઆત કરો. માતા સરસ્વતીને સફેદ ચંદન, પીળા અને સફેદ ફૂલ અર્પણ કરો

પ્રસાદ તરીકે ખાંડ અને દહીં ચઢાવો. કેસર ભેળવીને ખીર ચઢાવવી શ્રેષ્ઠ રહેશે. અંતે, દેવીના દિવ્ય મંત્ર "ઓમ ઐં સરસ્વત્યાય નમઃ" નો જાપ કરો.