આ વસ્તુઓ જમ્યા પછી પાણી પીવાથી થઈ શકે છે ઘણી સમસ્યાઓ 

28 Feb 2024

All Images Credit: Getty

મોટા ભાગના લોકો જમતી વખતે કેટલીક ભૂલોનું પુનરાવર્તન પણ કરે છે. આમાંની એક ભૂલ છે અમુક વસ્તુઓ ખાધા પછી તરત જ પાણી પીવું.

ખાવાની આદતોમાં ભૂલ

આમ જોઈએ તો જમ્યા પછી તરત પાણી પીવું જોઈએ નહીં. ઓછામાં ઓછી 35 મનિટ પછી પાણી પી શકાય.

ભોજન

પોટેશિયમ અને અન્ય તત્વોનો ભંડાર ગણાતા કેળાં ખાધા પછી તરત જ પાણી ન પીવો. આમ કરવાથી પેટમાં એસિડ બની શકે છે જેનાથી બ્લોટિંગની સ્મસ્યા થઈ શકે છે.

કેળાં

ઉનાળામાં લંચમાં સાથે દહીં ખાવું સારું માનવામાં આવે છે. પરંતુ એવું કહેવાય છે કે આ પ્રોબાયોટિક ફૂડ ખાધા પછી પાણી પીવાથી તેના સારા રહેલા બેક્ટેરિયાને નુકસાન થાય છે.

દહીં

કાકડી, ટામેટા કે અન્ય શાકભાજી કાચા ખાધા પછી પાણી પીવાનું ટાળો. તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે, તેના પર પાણી પીવાથી પચવામાં મુશ્કેલી થાય છે.

કાચા શાકભાજી

કહેવાય છે કે ભાત ખાધા પછી તરત જ પાણી પીવાથી પેટમાં સ્ટાર્ચ વધી શકે છે. ભાત પર પાણી પીવાથી પેટ વધવું અથવા વજન વધવાની ફરિયાદ થઈ શકે છે.

ભાત

સતત મસાલેદાર ખોરાક ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આવો ખોરાક ખાધા પછી તરત જ પાણી પી લે તો તેને સતત એસિડિટીનો ભોગ બનવું પડી શકે છે.

મસાલેદાર ખોરાક

નારંગી, કીવી અથવા અન્ય ખાટાં ફળો ખાધા પછી લગભગ અડધા કલાક સુધી પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

ખાટા ફળોનું સેવન