27, May 2024

અંબાણીથી લઈને ગોદરેજ સુધી દેશના અમીર લોકો કયું દૂધ પીવે છે?

શું તમે જાણો છો કે મુકેશ અંબાણી, સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, ગોદરેજ પરિવાર જેવા અબજોપતિ પરિવારના લોકો કયું દૂધ પીવે છે અને તેની કિંમત કેટલી છે?

દેવેન્દ્ર શાહ પરાગ મિલ્ક ફૂડ્સના સ્થાપક છે તેમની પુત્રી અક્ષલી શાહે એક નવી દૂધ બ્રાન્ડ પ્રાઇડ ઓફ કાઉઝ શરૂ કરી હતી.

પ્રાઇડ ઓફ કાઉઝનું દૂધ ઘણા અબજોપતિઓના ઘરે જઈ રહ્યું છે. અબજોપતિ ઉદ્યોગપતિ જમશેદ ગોદરેજની પત્ની ફિરોઝા ગોદરેજ આ દૂધની ચાહક છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, નીતા અંબાણી અને રિતિક રોશન પણ આ બ્રાન્ડના ગ્રાહક રહી ચૂક્યા છે.

ઈન્ડિયામાર્ટ અનુસાર, આ બ્રાન્ડના દૂધની કિંમત 900 રૂપિયા પ્રતિ લીટર છે. પ્રાઈડ ઓફ કાઉઝ તેના દૂધની હોમ ડિલિવરી પણ કરે છે

આ બ્રાન્ડ 2,500 થી વધુ હોલ્સ્ટીન ફ્રીઝિયન ગાયોમાંથી દરરોજ 25,000 લીટર દૂધનું ઉત્પાદન કરે છે.

દૂધ ઉપરાંત પ્રાઇડ ઓફ કાઉઝ પ્રોડક્ટ્સમાં ચીઝ, બટર અને દહીંનો પણ સમાવેશ થાય છે.