સારાએ હવે શિક્ષણ ક્ષેત્રે મોટું સ્થાન હાંસલ કર્યું છે. સારાએ તેની માસ્ટર ડિગ્રી ડિસ્ટિંક્શન સાથે મેળવી.
સારાએ યુનિવર્સિટી કોલેજ લંડનના મેડિસિન વિભાગમાંથી ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં આ ડિગ્રી મેળવી છે.
આ ખુશખબર ખુદ સચિન તેંડુલકરે ફેન્સ સાથે શેર કરી છે. સચિન તેની પુત્રીની સિદ્ધિથી ખુશ છે.
સચિને લખ્યું, 'તે એક સુંદર દિવસ હતો. જે દિવસે અમારી દીકરીએ UCL ખાતે મેડિસિન વિભાગમાંથી ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં ડિસ્ટિંક્શન સાથે તેની માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ કરી.
સચિને આગળ લખ્યું, 'આટલા વર્ષોમાં તમે અહીં સુધી પહોંચવા માટે કરેલી તમામ મહેનત અમે જોઈ છે. તે સરળ નથી. ભવિષ્ય માટે તમારા બધા સપના અહીં છે.
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિને તેની પત્ની અંજલિ તેંડુલકર સાથે સારાની એક તસવીર પણ શેર કરી હતી.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ દીક્ષાંત સમારોહનો વીડિયો શેર કર્યો હતો.