ધારાસભ્ય રિવાબા જાડેજાએ રવિન્દ્ર જાડેજાને વિશ કરી બર્થડે

06 ડિસેમ્બર, 2024

ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાએ તેમના પતિને  જન્મદિવસની શુભેચ્છા પાઠવી.

રીવાબા ગુજરાત વિધાનસભાના સભ્ય છે. જે ભારતીય જનતા પાર્ટી સાથે જામનગર ઉત્તર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

આ દંપતીએ 17 એપ્રિલ, 2016ના રોજ લગ્ન કર્યા હતા અને જૂન 2017માં તેમના ઘરે નિધ્યાના નામની પુત્રીનો જન્મ થયો હતો.

શુક્રવારે રવિન્દ્રનો જન્મદિવસ ઉજવવા માટે રિવાબાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી.

આ તસવીરો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું જન્મદિવસની શુભકામનાઓ દરબાર.

રિવાબા અને રવિન્દ્ર જાડેજાની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.