Migraine pain: માઈગ્રેનથી પીડાતા હો તો આ પાંચ ઉપાય અજમાવી જુઓ

2 June 2025

Pic credit - Freepik

By: Mina Pandya

માઈગ્રેનની સમસ્યા મોટાભાગના લોકોમાં આજકાલ બહુ સામાન્ય બની ગઈ છે. માઈગ્રેનના કારણે અડધુ માથુ દુખે છે. પરંતુ ક્યારેક ક્યારેક આ દુખાવો આખા માથામાં ફેલાય જાય છે.

Pic credit - Freepik

By: Mina Pandya

આ દુખાવો ગમે ત્યારે, ગમે ત્યાં થઈ શકે છે. ક્યારેક આ દુખાવો તેજ પ્રકાશથી થાય છે તો ક્યારેક મોટા અવાજથી કે વધુ પડતી ગરમીથી પણ થાય છે.

Pic credit - Freepik

By: Mina Pandya

જો તમે પણ માઈગ્રેનથી  પરેશાન છો, તો આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવશુ, જેની મદદથી તમે માઈગ્રેનના એટેકથી રાહત મેળવી શકો છો.

Pic credit - Freepik

By: Mina Pandya

ફૂદીનાનું તેલ દરેક પ્રકારના માથાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. જ્યારે પણ માઈગ્રેનનો દુખાવો થાય, ત્યારે થોડું ફુદીનાનું તેલ લો અને તેને કપાળ પર લગાવો, આનાથી માથાને ઠંડક આપશે.

Pic credit - Freepik

ફુદીનાનું તેલ

આદુમાં બળતરા વિરોધી (એન્ટી- ઈન્ફ્લેમેટરી) ગુણો હોય છે. જે ઉબકા અને માઈગ્રેનના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે.

આદુવાળી ચા

By: Mina Pandya

Pic credit - Freepik

કેટલીકવાર ઊંઘ પૂરી ન થવાના કારણે પણ માઈગ્રેનનો દુખાવો થાય છે. આવી સ્થિતિમાં, માઈગ્રેનના દર્દીઓએ ક્યારેય ઊંઘ સાથે સમાધાન ન કરવું જોઈએ.

પૂરતી ઊંઘ

By: Mina Pandya

Pic credit - Freepik

કેટલીકવાર વધુ પડતા તણાવને કારણે પણ માઈગ્રેનનો દુખાવો થાય છે. આવી સ્થિતિમાં, તમે યોગ અથવા ધ્યાન કરી શકો છો.

ધ્યાન  (મેડિટેશન)

By: Mina Pandya

Pic credit - Freepik

માઈગ્રેનથી રાહત મેળવવા માટે, તજને પીસીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટને ઓછામાં ઓછા અડધા કલાક માટે માથા પર રહેવા દો. આમ કરવાથી માઈગ્રેનના દુખાવામાં રાહત મળશે.

તજ

Pic credit - Freepik

આ ઉપરાંત, માઈગ્રેનથી બચવા માટે, હેલ્ધી, ઘરનો, તાજો ખોરાક લો, ખુદને હાઇડ્રેટેડ રાખો, વધુ પડતા પ્રકાશ અને અને ઘોંઘાટવાળી જગ્યાઓથી દૂર રહો

Pic credit - Freepik

By: Mina Pandya