25 May 2025

Jioનો ધમાકો ! 48 રૂપિયાથી 545 રૂપિયા સુધીના 5 નવા પ્લાન કર્યા લોન્ચ

Pic credit - google

Jio એ તેના પોર્ટફોલિયોમાં 5 નવા પ્લાન ઉમેર્યા છે. આ બધા પ્લાન પ્રીપેડ યુઝર્સ માટે છે અને તે એક ખાસ લાભ આપે છે.

Pic credit - google

આ પ્લાન JioGames Cloud એક્સેસ સાથે આવે છે. તમને જણાવી દઈએ કે JioGames Cloud એક ક્લાઉડ ગેમિંગ સેવા છે, જેની મદદથી યુઝર્સ પ્રીમિયમ ગેમ્સ રમી શકે છે.

Pic credit - google

Jio Games Cloud ની મદદથી, યુઝર્સ Jio સેટ-ટોપ બોક્સ, કમ્પ્યુટર અને સ્માર્ટફોન પર પ્રીમિયમ ગેમ્સ રમી શકશે. આ માટે તમારે પ્રો પાસની જરૂર પડશે.

Pic credit - google

JioGames Cloudનો પ્રો પાસ 398 રૂપિયામાં આવે છે. આ કિંમતે તમને Jio Games Cloud ની 28 દિવસની ઍક્સેસ મળે છે.

Pic credit - google

હવે કંપનીએ ગેમિંગ પ્લાનની એક નવી કેટેગરી ઉમેરી છે. તેમાં 5 પ્લાન છે, જેમાં ત્રણ એડ-ઓન છે અને બે પ્રોપર પ્લાન છે.

Pic credit - google

48 રૂપિયામાં, કંપની 10MB ડેટા અને JioGames Cloud ની ત્રણ દિવસની ઍક્સેસ આપી રહી છે. તેનો ઉપયોગ કરવા માટે, તમારી પાસે એક એક્ટિવ બેઝ પ્લાન હોવો જરૂરી છે.

Pic credit - google

તે સિવાય કંપની 98 રૂપિયામાં 7 દિવસ માટે JioGames Cloud અને 100MB ડેટા આપી રહી છે અને 298 રૂપિયામાં 3GB ડેટા અને JioGames Cloud 28 દિવસ માટે આપી રહી છે

Pic credit - google

એડ-ઓન્સ ઉપરાંત, કંપની બે અન્ય પ્લાન પણ ઓફર કરી રહી છે. 495 રૂપિયાનો પ્લાન 28 દિવસની માન્યતા સાથે આવે છે.

Pic credit - google

રોજ 1.5GB ડેટા + 5GB ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS આપે છે. આ સાથે, JioGames Cloud અને JioHotstar મોબાઇલની ઍક્સેસ પણ ઉપલબ્ધ થશે.

Pic credit - google

તે જ સમયે, તમને 545 રૂપિયામાં આ બધા ફાયદા પણ મળશે. આ પ્લાનમાં, તમને દૈનિક 2GB ડેટા સાથે અમર્યાદિત 5G ડેટાની ઍક્સેસ પણ મળશે.

Pic credit - google