19 june, 2024

2000 રૂપિયાથી SIP વડે આટલા સમયમાં તમારી પાસે ભેગા થશે 70 લાખ રૂપિયા

જો તમે નિવૃત્તિ માટે મોટું ફંડ મેળવવા માગતા હોવ, તો SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરો.

તમે માત્ર 2000ના માસિક રોકાણ સાથે લાખોનું ફંડ બનાવી શકો છો.

જો તમે 20 વર્ષની ઉંમરે 2000 રૂપિયાથી SIP શરૂ કરો છો, તો 30 વર્ષ પછી તમે 70,59,828 રૂપિયાના માલિક બનશો.

જો કે, આ માટે તમારા રોકાણ પર વાર્ષિક 12%ના દરે વળતર મળે તે જરૂરી છે.

તમે સમજી જ ગયા હશો કે તમે કેવી રીતે SIP દ્વારા નાની રકમનું રોકાણ કરીને મોટા પૈસા એકઠા કરી શકો છો.