20 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો વીમો? જાણો કેવી રીતે મળશે

09 June 2025

ભારત સરકાર લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓ ચલાવે છે, જેમાંની એક યોજના 'પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના' છે. 

સરકારી યોજના

આ યોજના ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગો માટે બનાવવામાં આવેલી છે. 

ગરીબ વર્ગ માટેની યોજના 

આ યોજનાની ખાસ વાત એ છે કે, તમને આ યોજના હેઠળ દર વર્ષે માત્ર 20 રૂપિયામાં 2 લાખ રૂપિયા સુધીનું 'એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ' મળે છે. 

એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ

જણાવી દઈએ કે, આ યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. 

યોજનાની શરૂઆત

જો કોઈ વીમાધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો તેના નોમિનીને 2 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે. 

નોમિનીને રકમ મળે છે 

જો પોલિસીધારક દુર્ઘટનામાં આંશિક રીતે અપંગ થાય છે તો તેને 1 લાખ રૂપિયા મળે છે.

આંશિક રીતે અપંગ

બીજીબાજુ, જો પોલિસીધારક દુર્ઘટનામાં  સંપૂર્ણપણે અપંગ થાય છે તો તેને 2 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે.

સંપૂર્ણપણે અપંગ

આ સ્કીમમાં જોડાવા માટે તમારે વર્ષનું ફક્ત 20 રૂપિયા પ્રીમિયમ ભરવું પડે છે. આ રકમ તમારા ખાતામાંથી ઓટોમેટિક જ કપાઈ જાય છે.

વર્ષનું પ્રીમિયમ

વીમા કવરનો સમયગાળો દર વર્ષે 1 જૂનથી શરૂ થાય છે અને આગામી વર્ષની 31 મે સુધી ચાલે છે.  

વીમા કવરનો સમયગાળો

આ યોજનામાં 18 થી 70 વર્ષની ઉંમરના ભારતીય નાગરિક જોડાઈ શકે છે.

ભારતીય નાગરિક 

આ યોજનામાં જોડાવા માટે તમે નજીકની બેંક શાખામાં જઈને ફોર્મ ભરી શકો છો.

યોજનામાં આ રીતે જોડાઓ