1/3/2024

તરબૂચની છાલ ફેકવાના બદલે આ રીતે કરો ઉપયોગ

Pic - Freepik

તરબૂચ ઉનાળામાં સૌથી વધારે ખવાતા ફળ માંથી એક છે. આ ફળ ખાવાના અનેક ફાયદાઓ છે.

આપણે તરબૂચ ખાઈને તેની છાલ ફેકી દેતા હોઈએ છે. પરંતુ તરબૂચની છાલના પણ અનેક ફાયદાઓ છે.

તરબૂચની છાલમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી6, પોટેશિયમ અને ઝિંક વગેરે મળી આવે છે.

ચહેરા પર તરબૂચની છાલ ધસવામાં આવે તો ફોલ્લીઓ અને કરચલીઓથી છુટકારો મળે છે.

યોગ્ય રીતે તરબૂચની છાલનું સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

વજન ઘટાડવા માગતા લોકો પણ ખાલી પેટે તરબૂચની છાલનું સેવન કરી શકે છે.

તરબૂચની છાલમાં પોટેશિયમ હોય છે જે રક્તવાહિનીઓ પર તણાવ અને દબાણ ઘટાડે છે જેથી હૃદયને તંદુરસ્ત રાખી શકે છે.

બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા લોકો તરબૂચની છાલ ખાઈ શકે છે.( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )

ચોકલેટ ખાવાના ફાયદા સાંભળીને રહી જશો દંગ