30 April 2025

આંખોમાં જો બળતરા થાય કે ખંજવાળ આવે તો ઘરે બેઠા જ કરો આ ઉપચાર

વધુ પડતા તડકાને લીધે આંખો સુકાઈ જાય છે અને ખંજવાળ આવાનું શરૂ થઈ જાય છે. જેના લીધે આંખોની નીચે ડાર્ક સર્કલ્સ આવી જાય છે.

ડાર્ક સર્કલ્સ

એવામાં જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો  તમે પણ ઘરેલુ ઉપચાર અજમાવીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.

ઘરેલુ ઉપચાર

આંખોમાં થાક અનુભવાય તો ઠંડા પાણીથી આંખો ધોઈ લેવી. આનાથી આંખોમાં ડ્રાયનેસ ઓછી થાય છે અને બ્લડ સર્ક્યુલેશનમાં પણ સુધારો આવે છે. 

ઠંડુ પાણી

કુંવારપાઠાની જેલથી આંખો પર મસાજ કરો. આનાથી તમારી આંખોને રાહત મળશે અને આંખોમાં જે સોજો આયેલો હશે કે બળતરા થઈ રહ્યા હશે, તેનાથી તમને રાહત મળશે. 

કુંવારપાઠું

જણાવી દઈએ કે, ખીરા કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. એક ખીરા કાકડી લો અને તેને કાપીને તમારી આંખો પર લગાવો. આનાથી તમારી આંખોને આરામ મળશે અને બીજું કે, ખીરા કાકડીમાં રહેલ ઠંડકના ગુણ તમારી આંખોને રિલેક્સ કરાવે છે. 

ખીરા કાકડી

જો તમે આંખોના સોજાથી કે આંખો નીચે આવેલ ડાર્ક સર્કલ્સથી ચિંતિત છો, તો એમાં તમને બટાકા રાહત આપશે. કાચા બટાકાને આંખે લગાડવાથી આંખોનો સોજો ઓછો થઈ જાય છે અને ડાર્ક સર્કલ્સથી પણ છુટકારો મળે છે. 

બટાકા

ગુલાબ જળ આંખો માટે ઓલ રાઉન્ડર માનવામાં આવે છે. ગુલાબ જળની મદદથી તમને આંખોનો સોજો, આંખોમાં થતાં બળતરાથી રાહત મળે છે તેમજ  ડાર્ક સર્કલ્સથી પણ છુટકારો મળે છે.

ગુલાબ જળ

ટામેટા ત્વચાને ચમકદાર બનાવે છે. ટામેટાની સાથે સાથે લીંબુનો રસ અને ચપટી હળદર મિક્સ કરીને આંખોના નીચે ભાગે લગાવવાથી પણ આંખોને રાહત મળે છે.

ટામેટા

આંખોનો થાક દૂર કરવા માટે ટી બેગ્સનો ઉપયોગ કરી શકાય છે. ટી બેગ્સને ફ્રિજમાં રાખો અને જ્યારે ઠંડી પડી જાય ત્યારે તેને આંખો પર મૂકી દો. આનાથી ડાર્ક સર્કલ પણ ઓછા થઈ જાય છે. 

ટી બેગ્સ

(Disclaimer: હેલ્થને લગતી કોઈ પણ સમસ્યા હોય તો એકવાર જરૂર ડોકટરની સલાહ લેવી.)