સ્કિનને ટાઈટ રાખવી હોય તો રોજ ખાઓ આ ડ્રાયફ્રુટ, 50 વર્ષ સુધી દેખાશો યુવાન

7 Dec 2024

બદામ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડ્રાયફ્રુટ છે, પરંતુ શું તમે જાણો છો કે બદામ તમારી ત્વચાને યુવાન રાખવામાં મદદ કરી શકે છે.

બદામમાં અનેક પોષક તત્વો હોય છે જે શરીર અને ત્વચાને પોષણ આપે છે અને વૃદ્ધત્વના લક્ષણોને ધીમા કરવામાં મદદ કરે છે.

બદામમાં પ્રોટીન, વિટામિન સી, બી6, મેગ્નેશિયમ, આયર્ન અને પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે.

વિશ્વભરમાં હાથ ધરવામાં આવેલા વિવિધ સંશોધનોથી જાણવા મળ્યું છે કે બદામ કરચલીઓ ઘટાડવામાં અને ત્વચાને સુંદર બનાવવામાં મદદ કરી શકે છે.

બદામમાં વિટામિન ઇ હોય છે જે એક એન્ટીઑકિસડન્ટ છે જે ત્વચાને પ્રદૂષણ અને હાનિકારક ફ્રી રેડિકલ્સથી બચાવે છે. ફ્રી રેડિકલ્સ શરીરમાં કેન્સર અને ઝડપથી વૃદ્ધત્વ જેવી ખતરનાક બીમારીઓનું કારણ બને છે.

બદામમાં રહેલુ વિટામિન ઇ કોલેજનની વૃદ્ધિમાં પણ મદદ કરે છે જે વૃદ્ધત્વના સંકેતોને ઘટાડી શકે છે.

બદામમાં હેલ્ધી ફેટ હોય છે જે  સ્કિનને હાઈડ્રેટ રાખે છે સાથે જ સ્કિનની ઈલાસ્ટીસિટી સુધરે છે અને કરચલીઓ પણ ઓછી થાય છે.

બદામમાં ડાયટ્રી ફાઈબર હોય છે જે ત્વચાના સારા સ્વાસ્થ્ય અને સ્પષ્ટ રંગને પ્રોત્સાહન આપે છે.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મેનોપોઝ દરમિયાન જે મહિલાઓ દરરોજ બદામ ખાય છે તેમની કરચલીઓ ઓછી થાય છે અને ત્વચાની રંગત સુધરે છે. 

અહી આપવામાં આવેલી વિગતો સામાન્ય જાણકારી પર આધારીત છે. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.