16 june, 2024

લોટ બાંધતી વખતે મિક્સ કરો આ સિક્રેટ વસ્તુ, ડબલ થઈ જશે રોટલીની તાકાત

શું તમે જાણો છો કે તમે રોટલીમાંથી શરીર માટે ઘણા જરૂરી પોષક તત્વો મેળવી શકો છો?

રોટીલીમાં ઘણી હેલ્ધી વસ્તુઓ મિક્સ કરીને તેને હેલ્ધી બનાવી શકાય છે.

રોટલીમાં વધારે માત્રામાં ફાઈબર હોય છે. પરંતુ રોટલીમાં ઘણી વસ્તુઓ ઉમેરીને તેને કેલ્શિયમ અને વિટામિન્સનો સારો સ્ત્રોત પણ બનાવી શકાય છે.

ઘઉંના લોટમાં જવનો લોટ અને બાજરીના લોટને ભેળવીને રોટલી બનાવો.

પાલકમાં વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. મેથી અને ગાજરની પ્યુરી મિક્સ કરીને રોટલી બનાવી શકો છો. આ લીલી રોટલી તમને ઘણો ફાયદો કરશે.

સામાન્ય રોટલીને પ્રોટીન યુક્ત રોટી બનાવવા માટે, તમે લોટમાં બદામ પણ મિક્સ કરી શકો છો. આ સાથે તમને પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટ્સ પણ મળશે.

દહીં અને છાશ લોટને નરમ બનાવે છે અને રોટલીને વધુ પૌષ્ટિક બનાવે છે. આમાંથી બનેલી રોટલી તમારા પાચનતંત્ર માટે સારી રહેશે.

વિટામિન C થી ભરપૂર રોટલી બનાવવા માટે બીટરૂટને છોલીને ધોઈ, ઉકાળો અને બ્લેન્ડ કરો. બાદમાં લોટમાં નાખી તેમાંથી રોટલી બનાવો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે.