વજન ઘટાડવું મુશ્કેલ છે પણ અશક્ય નથી. યોગ્ય આહાર, એક્ટીવ લાઇફ સ્ટાઇલ સાથે, 1 મહિનામાં 3-4 કિલો વજન ઘટાડવું શક્ય છે. ચાલો જાણીએ કેવી રીતે?
સંતુલિત નાસ્તો,હેલ્ધી બપોરનું ભોજન અને હળવું રાત્રિભોજન લો. ફળો, લીલા શાકભાજી અને ઓછું ફેટ વાળઉં દહીંનો સમાવેશ કરો. રાત્રે હળદરવાળું દૂધ લો.
તમારી સવારની શરૂઆત ચિયા સીડ્સના પાણીથી કરો. મોસમી ફળો, નાળિયેર પાણી અને લીલા શાકભાજીનો સમાવેશ કરો. બપોરના અને રાત્રિભોજનમાં ઓછા તેલ અને મસાલાવાળો ખોરાક ખાઓ.
દિવસની શરૂઆત આમળા અથવા લીંબુ પાણીથી કરો. મધ્યાહન ભોજનમાં કઠોળ, દાળ, સલાડ અને છાશ ઉમેરો. રાત્રિભોજન સાથે ડાર્ક ચોકલેટનો ટુકડો લો.
રાત્રિભોજનમાં લો ફેટ દહીં, બાફેલા શાકભાજી અને દાળનો સમાવેશ કરો. રાત્રે હળવો ખોરાક અને હુંફાળું દૂધ પાચનમાં મદદ કરે છે.
બિનઆરોગ્યપ્રદ નાસ્તા ટાળો. જ્યારે તમને ભૂખ લાગે, ત્યારે મોસમી ફળો, મગની દાળના ફણગાવેલા કચુંબર અથવા કાકડી-ગાજરનું સલાડ ખાઓ. તે ફાઇબર અને પોષણથી ભરપૂર છે.
ચાલવા, યોગા કે કાર્ડિયો કસરતો દ્વારા વજન ઘટાડવું સરળ છે. દરરોજ થોડો સમય શારીરિક રીતે સક્રિય રહેવા માટે યોગા કસરત કરવાનું ભુલશો નહીં.
તેલ, ખાંડ, તળેલા અને પ્રોસેસ્ડ ખોરાક ટાળો. વજન વધવાના આ મુખ્ય કારણો છે. સ્વસ્થ વિકલ્પો અપનાવો.
દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. ડાયેટ પ્લાન શરૂ કરતા પહેલા, ચોક્કસપણે ડૉક્ટર અથવા ડાયેટિશિયનની સલાહ લો.