26 જાન્યુઆરી માટે ભારત મુખ્ય અતિથિ કેવી રીતે પસંદ કરે છે?
25 January 2024
Pic credit - Freepik
દર વર્ષે પ્રજાસત્તાક દિવસે ભારત મુખ્ય અતિથિ તરીકે કોઈ મહત્વપૂર્ણ, વિદેશી જાહેર વ્યક્તિ અથવા રાજકારણીને આમંત્રિત આપે છે.
ગણતંત્ર દિવસ પર ભારતના મહેમાનો
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને આ વર્ષે 75માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઇમેન્યુઅલ મેક્રોન આપશે હાજરી
પરંતુ શું તમે જાણો છો કે આ મહેમાનોની પસંદગી કેવી રીતે થાય છે?
પસંદગી
મહેમાનોની પસંદગી એક દિવસ કે અઠવાડિયામાં નહીં, પરંતુ છ મહિનામાં થાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં વિદેશ મંત્રાલય સામેલ છે.
મહેમાનોની પસંદગી
ગણતંત્ર દિવસ પર આમંત્રણ આપવાનો અર્થ એ છે કે આપણે તેમની તરફ મિત્રતાનો હાથ લંબાવી રહ્યા છીએ
મિત્રતાનો હાથ
તેથી સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે કે ભારત અને અન્ય સંબંધિત રાષ્ટ્ર વચ્ચેના વર્તમાન સંબંધો કેટલા સારા છે.
વર્તમાન સંબંધો
દેશના રાજકીય, આર્થિક, સૈન્ય અને વ્યાપારી હિતોને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલય ગેસ્ટ લિસ્ટ તૈયાર કરે છે અને તેને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મંજૂરી માટે મોકલવામાં આવે છે.
વિદેશ મંત્રાલય ગેસ્ટ લિસ્ટ તૈયાર કરે છે
સંબંધિત મુખ્ય અતિથિની ઉપલબ્ધતા તપાસવામાં આવે છે. તેમની ઉપલબ્ધતાની પુષ્ટિ કર્યા પછી ભારત આમંત્રિત વ્યક્તિના દેશ સાથે ઓફિશિયલ સંચાર શરૂ કરે છે.