(Credit Image : Getty Images)

17 July 2025

વરસાદમાં પગ ભીના થવાથી ફંગલ ચેપ કેવી રીતે ફેલાય છે?

ચોમાસાની ઋતુમાં ભેજ અને ગંદકીને કારણે ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. ભીના જૂતા અને મોજાં પહેરવાથી અને પગ કાદવવાળી જગ્યાએ પડવાથી ત્વચા પર ફૂગ સરળતાથી વધી શકે છે. જેના કારણે ખંજવાળ, બળતરા અને દુર્ગંધ આવે છે.

પગમાં ફંગલ ઇન્ફેક્શન

ચોમાસામાં કોટન મોજાં પહેરવા વધુ સારું છે. કારણ કે તે ભેજ શોષી લે છે અને પગને સૂકા રાખે છે. કૃત્રિમ સામગ્રીથી બનેલા મોજાં ચેપનું જોખમ વધારે છે.

કોટન મોજાં પહેરો

વરસાદના દિવસોમાં પગ પર એન્ટી-ફંગલ પાવડર અથવા ક્રીમ લગાવવી એ ફંગલ ચેપ અટકાવવાનો એક સારો રસ્તો છે. આ પરસેવા અને દુર્ગંધને રોકવામાં મદદ કરે છે.

એન્ટી-ફંગલ ક્રીમ લગાવો

ચોમાસાની ઋતુમાં ભેજ અને ગંદકીને કારણે ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. ભીના જૂતા અને મોજાં પહેરવાથી અને પગ કાદવવાળી જગ્યાએ રાખવાથી ત્વચા પર ફૂગ સરળતાથી વધી શકે છે. જેના કારણે ખંજવાળ, બળતરા અને દુર્ગંધ આવે છે.

વોટરપ્રૂફ ફૂટવેર 

ભીના અથવા ગંદા મોજાં અને શૂઝ વારંવાર પહેરવાથી ફંગલ ચેપ ઝડપથી ફેલાઈ શકે છે. જો શૂઝ ભીના થઈ જાય તો તેને સંપૂર્ણપણે સુકાવા દો અને દર વખતે સ્વચ્છ અને સૂકા મોજાં પહેરો.

ભીના શૂઝ

જો ફંગલ ચેપ શરૂ થઈ ગયો હોય જેમ કે લાલાશ, તિરાડો, ખંજવાળ અથવા પગના અંગૂઠા વચ્ચે દુર્ગંધ તો તેને અવગણશો નહીં. સમયસર સારવાર શરૂ કરો. જેથી ચેપ વધુ ન ફેલાય.

બેદરકાર ન બનો