અંતરિક્ષમાં વાળમાં કેવી રીતે શેમ્પુ કરે છે અવકાશ યાત્રી? જુઓ Video 

28 Feb 2025

Credit: Instagram/@nationalastronautday

By: Mina Pandya

અંતરિક્ષમાં રહેવુ ઘણુ પડકારજનક હોય છે. સ્પેસ સ્ટેશનમાં જનારા એસ્ટ્રોનેટ માટે ત્યાં રહેવુ, ખાવુ, નહાવુ, પોતાના શરીરને સાફ રાખવુ અને કપડા પહેરવા સહિતનું ઘણુ મુશ્કેલ હોય છે.

Credit: Instagram/@nationalastronautday

એક અંતરિક્ષ યાત્રિએ તેનો અનુભવ શેર કરતા જણાવ્યુ અંતરિક્ષમાં નહાવાનું મુશ્કેલ હોય છે છતા તેઓ કેવી રીતે તેમના વાળોને સાફ કરે છે.

Credit: Instagram/@nationalastronautday

વાળમાં શેમ્પુ કરવામાં પણ ઘણી મુશ્કેલી થાય છે. એક્સપીડિશન 36ની અંતરિક્ષયાત્રી કેરેન ન્યબર્ગ (@astrokarenn) તેના ઈન્સ્ટાગ્રામ પર @nationalastronautday નામના હેન્ડલથી શેર કરેલા એક વીડિયો આ અંગે જણાવ્યુ છે.

જુઓ વીડિયો 

તેમણે જણાવ્યુ કે અંતરિક્ષમાં શાવર ચાલુ ન કરી શકાય, તો આવી સ્થિતિ તે કેવી રીતે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર માઈક્રોગ્રેવિટીમાં તેના વાળ ધુએ છે

તેમણે જણાવ્યુ કે અમને ગરમ પાણીની એક નાનકડી બેગ અને ફીણ વિનાનું એક શેમ્પુ અને કાંસકાની જરૂર હોય છે.

ટ્યુબથી ગરમ પાણીને માથામાં ચારે તરફ વાળોના મૂળમાં નાખવામાં આવે છે. આવુ કરવાથી પાણી જાતે જ વાળની વચ્ચેથી પસાર થઈને ઉપરની તરફ નીકળી જાય છે.

આ પ્રકારે શેમ્પુને પણ નીચેથી ચારે તરફ વાળમાં લગાવવુ પડે છે. ત્યારબાદ સંપૂર્ણ વાળમાં સારી રીતે લગાવી કાંસકો ફેરવવામાં આવે છે. 

ત્યારબાદ ફરી ટ્યુબ દ્વારા ગરમ પાણી વાળમાં નીચેની તરફ નાખવામાં આવે છે. જે જાતે જ ઉપરની તરફ જતુ રહે છે.

ત્યારબાદ કોરા ટોવેલલથીી વાળને સારી રીતે સાફ કરી કોમ્બ કરવામાં આવે છે. આ પ્રકારે અંતરિક્ષમાં શેમ્પુ કરવાનું રહે છે.