શિયાળામાં થતા કફનો રામબાણ ઈલાજ

05 ડિસેમ્બર, 2024

શિયાળો આવે એટલે શરીરમાં કફ થઈ જાય છે.

વારંવાર  થતી આ સમસ્યાને કારણે તમને ચિંતા થતી હશે કે આનાથી છુટકારો કેવી રીતે મેળવવો.

આ સમસ્યા જો તમને અથવા તમારા પરિવારમાં કોઈને હોય તો અહીં આપવામાં આવેલી માહિતી તમારા માટે છે.

એક એવી મુદ્રા છે કે કોઈ પણ ઋતુ હોય, આ મુદ્રા કરવાથી તમારો કફ દૂર થઈ જશે.

તમારે સૂતા સૂતા અથવા તો ચાલતા ચાલતા પણ આ મુદ્રા કરી શકો છો.

આ મુદ્રા કરવાથી શરીરની અંદર ગરમી ઉત્પન્ન થશે અને એ ગરમીને કારણે તમારા ફેફસાં માંથી જમેલો કફ બહાર નીકળશે.

2 થી 4 દિવસમાં તમને કફની સમસ્યા માંથી રાહત મળશે.

આ મુદ્રાનું નામ સુર્ય મુદ્રા છે. બંને હાથની અનામિકા આંગળીને વાળીને આ રીતે મુદ્રા બનાવવાની છે.

15 થી 45 મિનિટ સુધી આ મુદ્રા તમારે કરવાની છે, જેનાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય સાથે ફેટ ઘટશે અને કફ પણ તૂટશે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારી માટે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.