વારંવાર મોઢાના પડતાં છાલા આ બીમારીનો આપે છે સંકેત

23 July, 2024

મોઢામાં છાલા પાડવા ખૂબ જ સામાન્ય સમસ્યા છે.

આપણામાંના મોટાભાગના લોકોએ એક યા બીજા સમયે આ સમસ્યાનો સામનો કર્યો છે.

મોઢાના પડતાં છાલાને કેન્કર સોર્સ  પણ કહેવામાં આવે છે.

વારંવાર મોઢામાં છાલા પડે છે તો તે શરીરમાં પિત્તનું અસંતુલન હોવાના સંકેત છે.

તમારું પેટ એકદમ અસ્વસ્થ હોય તો પણ તમને મોઢામાં છાલા પડે છે.

જો કોઈ વ્યક્તિ પૂરી ઊંઘ નથી લેતું તો નબળી ઊંઘ અને તણાવને કારણે પણ મોઢામાં છાલા પડે છે.

એસિડિટી, પેટનું ફૂલવું, કબજિયાત જેવી સમસ્યાને કારણે પણ છાલા પડે છે.

જો તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો પણ છાલા પડી શકે.

શરીરમાં પોષક તત્વોની ઉણપને કારણે આ સ્થિતિ સર્જાય છે, જેના કારણે મોઢામાં અસહ્ય પીડા પણ થાય છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.

All Image - Canva