પ્રોટીન, ફેટ, કાર્બોહાઇડ્રેટ, વિટામીન સી, કેરોટીન, કેલ્શિયમ, આયર્ન વગેરે પોષક તત્વો મીઠા લીમડાના પાનમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
હેલ્થ એક્સપર્ટના મતે રોજ વાસી મોઢે મીઠા લીમડાના પાન ચાવવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.
મીઠા લીમડામાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. આવી સ્થિતિમાં જો તમે તેને રોજ ખાલી પેટ ચાવશો તો શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બની શકે છે.
મીઠા લીમડામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં ફાયદાકારક છે.
મીઠા લીમડાના પાન ચાવવાથી શરીરને દરરોજ આયર્ન મળે છે, જેનાથી બ્લડ કાઉન્ટ વધે છે અને એનિમિયા જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
મીઠા લીમડામાં પોટેશિયમ હોય છે. તેને રોજ ચાવવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત મળે છે.
એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ અને એન્ટિ-ફંગલ ગુણોથી ભરપૂર મીઠા લીમડાનું દૈનિક સેવન ત્વચાને સુધારે છે અને તેનાથી સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યામાંથી રાહત આપે છે.
મીઠા લીમડામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ સારી માત્રામાં જોવા મળે છે.
હાઈ બ્લડ શુગરની સમસ્યાથી પીડિત લોકો પણ દરરોજ વાસી મોઢે મીઠા લીમડાનું સેવન કરી શકે છે. તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં આવી શકે છે.
ડાયાબિટીસની સમસ્યામાંથી રાહત અપાવવામાં પણ મીઠા લીમડાના પાન ફાયદાકારક સાબિત થઈ શકે છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી મમાટે છે. કોઈ પણ ઈલાજ માટે ડૉક્ટરની સલાહ લેવી.