રાત્રે સૂતી વખતે પગના તળિયામાં ઘી લગાવવુ જોઈએ કે નહીં?

3 Feb 2025

ભારતીય ઘરોમાં ઘી નો વિવિધ ખાદ્ય પદાર્થોમાં ઉપયોગ થાય છે. 

આયુર્વેદમાં ઘી ને અક્સીર ઔષધી ગણાવાઈ છે. ઘી ના સેવનથી અનેક રોગો દૂર ભાગે છે. 

અનેક લોકો રાત્રે સૂતી વખતે પગના તળિયામાં ઘી લગાવવાની સલાહ આપે છે.

 આજે આપને જણાવશુ કે પગના તળિયામાં ઘી લગાવવુ જોઈએ કે નહીં 

રાત્રે સૂતી વખતે ઘી દ્વારા ફુટ મસાજ કરવાથી વ્યક્તિને દિવસભરના થાકમાંથી આરામ મળે છે અને સારી ઊંઘ આવે છે.

પગના તળિયામાં ઘી લગાવવાથી પગનું રક્ત પરિભ્રમણ સુધરે છે અને પગના દુખાવામાં રાહત મળે છે.

રાત્રે સરખી ઉંઘ ન આવતી હોય કે અનિંદ્રાની સમસ્યા હોય તો પગના તળિયે દેશી ઘી નું ફુટ મસાજ કરવાથી ગાઢ નીંદ્રા આવે છે. 

સાંધાના દુખાવાના દર્દીઓને રાત્રે સુતી વખતે પગમાં ઘી નું મસાજ કરી શકે છે. તેનાથી સ્નાયુની જકડન દૂર થાય છે.

ઘી નુ ફુટ મસાજ કરતા પહેલા દેશી ઘી ને ગરમ કરવુ જોઈએ. અડી શકાય તેવુ ગરમ કર્યા બાદ તેનુ પાંચ મિનિટ સુધી મસાજ કરવુ જોઈએ.

ઘી નું ફુટ મસાજ કરવાથી નસકોરાની સમસ્યામાંથી પણ રાહત  મળે છે.