આ 4 વસ્તુઓ ખાવાથી માથે ટાલ પડી શકે છે, આજે જ છોડી દો
Pic credit - wHISK
આજકાલ, દરેક બીજી વ્યક્તિ ટાલ પડવાની સમસ્યાથી પીડાઈ રહી છે. માથાના ઉપરના વાળ પાતળા થઈ જાય છે, જેનાથી ટાલ પડી જાય છે.
Pic credit - wHISK
ઘણા લોકોના વાળ નાની ઉંમરે ખરવા લાગે છે, અને વધતી ઉંમર સાથે, ટાલ પણ આવી જાય છે. ટાલ પડવી એ ખુબ જ શરમજનક લાગે છે.
Pic credit - wHISK
ત્યારે કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન કરવાથી માથાના વાળ જલદી ખરવા લાગે છે અને પછી ટાલ પડી જાય છે.
Pic credit - wHISK
જો તમે પણ આ 4 વસ્તુઓ સેવન કરતા હોવ તો તે તમારા સ્વાસ્થ્ય અને માંથાના વાળ બન્ને માટે નુકસાનકારક છે.
Pic credit - wHISK
ખાંડ ખાવાથી માત્ર બ્લડ સુગર અને મેદસ્વીતા જ નહીં, પણ વાળ ખરવાનું કારણ પણ બને છે. હા, વધુ પડતી ખાંડનું સેવન ટાલ પડવાનું કારણ બની શકે છે.
Pic credit - wHISK
જે લોકો આલ્કોહોલનું સેવન ખુબ જ કરે છે તેઓના વાળ વહેલા ખરી જાય છે. દારૂમાં હાનિકારક પદાર્થો હોય છે જે વાળમાં કેરાટિન પ્રોટીન ઘટાડે છે અને વાળ ખરવા લાગે છે.
Pic credit - wHISK
ઠંડા પીણાં એટલે કે કોલ્ડ ડ્રિન્ક્સનું પણ સેવન કરવાનું ટાળો કારણ કે ઠંડા પીણાંમાં રહેલો સોડા, શુગર અને ઘણા કેમિકલ વાળને નબળા બનાવે છે.
Pic credit - wHISK
આજકાલ, દરેક વ્યક્તિ પિઝા અને બર્ગર જેવા ફાસ્ટ ફૂડના શોખીન છે. આ ખોરાક ફક્ત શરીરને જ નહીં પરંતુ વાળને પણ નુકસાન પહોંચાડે છે અને ટાલ પડવાનું કારણ બને છે.