પિતૃપક્ષ દરમિયાન આ વૃક્ષો અને છોડ લગાવવાથી જીવનમાં આવી શકે છે સમૃદ્ધિ.
હિંદુ ધર્મશાસ્ત્ર મુજબ પિતૃપક્ષની શરૂઆત થઈ ચૂકી છે, આ સમય દરમિયાન લોકો પોતાના પૂર્વજોને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ અને તર્પણ જેવા ધાર્મિક કાર્ય કરે છે.
પિતૃપક્ષની શરૂઆત
(Credit Image : Google Images)
પિતૃપક્ષની અવધિ 7 સપ્ટેમ્બર 2025 થી 21 સપ્ટેમ્બર 2025 સુધી રહેશે. આ સમય દરમિયાન પૂર્વજોની કૃપા વરસે છે. આવા સમયમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે ધાર્મિક કાર્યો કરતા રહેવું જોઈએ.
પૂર્વજોની કૃપા
Credits: Getty Images
આજે અમે તમને એવા વૃક્ષો અને છોડ વિશે જણાવીશું, જેને પિતૃપક્ષ દરમિયાન લગાવવાથી તમારા જીવનમાં સમૃદ્ધિ આવી શકે છે.
લગાવો આ વૃક્ષો-છોડ
Credits: Getty Images
પિતૃપક્ષ દરમિયાન પીપળનું વૃક્ષ લગાવવું જોઈએ. માન્યતા છે કે પીપળના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોય છે. જોકે, ઘરના અંદર પીપળનું વૃક્ષ લગાવવું યોગ્ય નથી.
પીપળનું વૃક્ષ લગાવો
Credits: Getty Images
જો તમે પિતૃપક્ષ દરમિયાન દરરોજ પીપળના વૃક્ષની પૂજા કરો છો, તો તમારા પિતૃઓ પ્રસન્ન થશે અને તમારી કિસ્મતનું તાળું પણ ધીમે ધીમે ખુલવા લાગશે.
પીપળના વૃક્ષની પૂજા કરો
Credits: Getty Images
પિતૃપક્ષમાં જો તમે વાંસનું વૃક્ષ લગાવો છો તો તેનાથી પરિવારના સભ્યોની આવક ધીમે ધીમે વધી શકે છે. સાથે જ પરિવારમાં અનિચ્છનીય ઘટના બનવાથી પણ બચી શકાય છે.
વાંસનું વૃક્ષ લગાવો
Credits: Google Images
પિતૃપક્ષ દરમિયાન જો તમે ઉંબરાનું ઝાડ લગાવો છો તો તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો વસવાટ થઈ શકે છે અને નકારાત્મક ઊર્જાનો અંત આવી શકે છે.
ઉંબરાનું ઝાડ લગાવો
Credits: Getty Images
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી