રોજ સવારે પલાળેલા તજનું નવસેકુ પાણી પીવાથી થાય છે અદ્દભૂત ફાયદા

09 August 2024 

તજના સેવનથી અનેક આયુર્વેદિક ફાયદા મળે છે. તજના સેવનથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તજ પેટની ચરબી ઓગાળવામાં મદદ કરે છે.

તજમાં રહેલા એન્ટીમાઈક્રોબિયલ અને એન્ટી વાયરલ ગુણો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. કોલેસ્ટ્રોલ લેવલ અને બીપીને ઘટાડવામાં મદદ કરે છે.

તજ અપચો, પેટનો દુખાવો, છાતીમાં બળતરા જેવી સમસ્યામાં પણ રાહત આપે છે. તજ, કાળા મરીનો પાઉડર અને મધ ઉમેરી આ પાણી પીવાથી પેટમાં રોજ થતી ગેસની તકલિફ દૂર છાય છે. 

ઉલ્ટી જેવુ થવુ, ગભરામણ થવી, ઉલ્ટી તેમજ દસ્તને રોકવા માટે પણ તજનું પાણી પીવાથી રાહત થાય છે.

તજનું પાણી પીવાથી લોહી પાતળુ થાય છે આથી બ્લડ ક્લોટીંગની સમસ્યાવાળાને પણ તજનું પાણી પીવાથી ફાયદો થાય છે.

તમે આખી રીત પલાળેલા તજનું પાણી પણ સવારે ભૂખ્યા પેટે પી શકો છો. ડાયાબિટીસના દરદીઓ તજયુક્ત પાણી પીએ તો ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.

વીર્ય વૃદ્ધિ માટે તજનો પાવડર સાંજના હુંફાળા  દૂધ સાથે લેવો, તજનું દૂધસાથે સેવન કરવાથી પાચનતંત્ર વ્યવસ્થિત રહે છે.

એક તપેલીમાં થોડુ પાણી લો. પાણીમાં કાળા તજના 2થી 3 નાના ટૂકડા નાખો, તેને 2,3 મિનિટ ઉકાળો, ત્યારબાદ તેમા થોડો કાળા મરીનો પાઉડર નાખો, 20 સેકન્ડ સુધી ઉકાળી ગેસ બંધ કરી દો ત્યારબાદ તેમા મધ અને લીંબુનો રસ મિક્સ કરી આ ડ્રીંકને કપમાં ગાળી લો

બનાવવાની રીત

જે લોકો વજન ઘટાડવા ઈચ્છતા હોય તેમણે તજના પાણીનું સવારે ભૂખ્યા પેટે સેવન ન કરવુ જોઈએ, તેમણે રાત્રે સૂવાના એક કલાક પહેલા તજનું પાણી પીવુ જોઈએ

જો ગર્ભવતી મહિલાઓ કોઈ ખઆસ ડાયેટ પ્લાન ફોલો કરી રહી હોય તો તેમણે પણ તજના પાણીનું સેવન કરતા પહેલા એકવાર ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી