04 Sep 2025

રાશિ પ્રમાણે આ વસ્તુઓ ખરીદો, લક્ષ્મી માતા આશીર્વાદ વરસાવશે

આપણા દેશમાં દર વર્ષે દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવામાં ચાલો જાણીએ કે, તમારી રાશિ અનુસાર તમારે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ... 

કઈ વસ્તુઓ ખરીદવી?

આ રાશિના જાતકોએ ચાંદીના દાગીના, સિક્કા અથવા વાસણો ખરીદવા જોઈએ. આ સિવાય તમે સોના અથવા પિત્તળની વસ્તુઓ પણ ખરીદી શકો છો. આનાથી પ્રગતિના માર્ગ ખુલશે. 

મેષ રાશિ

આ રાશિના જાતકોએ ચાંદીની વસ્તુઓ લેવી જોઈએ. વધુમાં હીરા જડેલા દાગીના ખરીદવા ખૂબ ફાયદાકારક રહેશે. તમે તમારા બજેટના આધારે ચાંદીના દાગીના અથવા સિક્કા પણ ખરીદી શકો છો.

વૃષભ રાશિ

મિથુન રાશિના લોકોએ કાંસાના વાસણો અને સોનું ખરીદવું જોઈએ, તેવું શુભ માનવામાં આવે છે. વધુમાં આ રાશિના લોકો માટે  નીલમણિ એક શુભ રત્ન છે; કહેવાય છે કે, આ વસ્તુઓ ખરીદવાથી સમૃદ્ધિ આવે છે.

મિથુન રાશિ

કર્ક રાશિના લોકોએ ચાંદીના દાગીના, લક્ષ્મી-ગણેશની ચાંદીની મૂર્તિઓ, ચાંદીના શ્રીયંત્ર, મોતીના હાર, મોતીથી જડેલ ચાંદીની વીંટી વગેરે ખરીદવા જોઈએ.

કર્ક રાશિ

આ રાશિના લોકો માટે સોનું ખરીદવું શ્રેષ્ઠ રહેશે. રૂબી તમારું શુભ રત્ન છે અને જો બજેટ ઓછું હોય તો તમે એવી વસ્તુઓ ખરીદો કે, જેમાં સોનાની વરખ ચડાવેલી હોય.

સિંહ રાશિ

કન્યા રાશિના લોકોએ કાંસાના વાસણ ખરીદવા જોઈએ. આનાથી તમારા બુધ ગ્રહને મજબૂતી મળશે. બીજું કે, તમારો શુભ રત્ન નીલમણિ અને મોતી છે. તમે મોતીના હાર પણ ખરીદી શકો છો.

કન્યા રાશિ

આ રાશિના જાતકો જો ચાંદીના દાગીના અને ચાંદીના વાસણો ખરીદે છે, તો તે શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આનાથી તમારી સંપત્તિમાં વધારો થશે.

તુલા રાશિ

વૃશ્ચિક રાશિના લોકોએ તાંબાના વાસણો, ચાંદી અથવા ચાંદીના દાગીના ખરીદવા જોઈએ. આનાથી વૃશ્ચિક રાશિના લોકોને ફાયદો થશે.

વૃશ્ચિક રાશિ

આ રાશિના લોકોએ સોનાના દાગીના, સોનાના સિક્કા અથવા તો પિત્તળના વાસણો ખરીદવા જોઈએ. આમ કરવાથી તમને આખા વર્ષ દરમિયાન કોઈ નાણાકીય સમસ્યા નહીં થાય.

ધન રાશિ

મકર રાશિના લોકોએ સ્ટીલના વાસણો અથવા તો વાહન ખરીદવું જોઈએ. આનાથી તમને આખા વર્ષ દરમિયાન સમૃદ્ધિ મળશે.

મકર રાશિ

આ રાશિના જાતકોએ વાહન અથવા સ્ટીલના વાસણો ખરીદવા જોઈએ. વધુમાં તેઓ ચાંદી અને સોનું પણ ખરીદી શકે છે.

કુંભ રાશિ

મીન રાશિના જાતકોએ સોના અથવા પિત્તળની વસ્તુઓ ખરીદવી જોઈએ. આનાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે.

મીન રાશિ

(Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ માન્યતાઓ અથવા માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી પર કાર્ય કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો