હેલ્થલાઇન અનુસાર દહીંમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે. તે વિટામિન ડીનો સ્ત્રોત પણ છે. દહીંમાં પ્રોટીન, બી12, પોટેશિયમ અને મેગ્નેશિયમ સહિત ઘણા પોષક તત્વો પણ હોય છે.
દહીંમાં રહેલા પોષક તત્વો
મોટાભાગના લોકો શિયાળા દરમિયાન દહીં ખાવાનું ટાળે છે. કારણ કે તેનાથી શરદી અને ખાંસી થવાની બીક હોય છે. જો કે દહીં ફાયદાકારક છે અને શિયાળામાં દિવસ દરમિયાન તેનું સેવન કરી શકાય છે.
શિયાળામાં દહીં
દહીંના ફાયદાઓ વિશે વાત કરીએ તો તે તમારા સ્નાયુઓ, હાડકાં, ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કે દહીં કઈ સમસ્યાઓમાં મદદ કરી શકે છે.
દહીંના ફાયદા
દહીં શિયાળા માટે એક ઉત્તમ કુદરતી ક્લીન્ઝર છે. કારણ કે તે ડ્રાય સ્કીનને ઊંડે સુધી સાફ કરી અને નરમ બનાવે છે. તમે દહીંને ગોળાકાર ગતિમાં માલિશ કરીને તમારા ચહેરાને સાફ કરી શકો છો.
ડ્રાયનેસ
શિયાળામાં ઘણા લોકોને ખોડાની સમસ્યા હોય છે. દહીંમાં થોડું લીંબુ ભેળવીને લગાવો. આનાથી તમારા વાળ ચમકદાર અને નરમ બનશે અને ખોડા પણ દૂર થશે.
ખોડાથી છુટકારો
શિયાળામાં લોકો વધુ ભજિયા અને મીઠાઈ ખાવાનું વલણ ધરાવે છે. જે પાચનક્રિયા ધીમી કરે છે. નિયમિત રીતે દહીંનું સેવન કરવાથી આંતરડાનું સ્વાસ્થ્ય જાળવવામાં અને પાચન સંબંધી સમસ્યાઓ અટકાવવામાં મદદ મળે છે.
પાચનમાં સુધારો
શિયાળાના સૂર્યપ્રકાશથી ત્વચા પર ટેનિંગ અને ડલનેસ થઈ શકે છે. દહીં અને હળદરનો ફેસ પેક એક સારો વિકલ્પ છે. આ ટેનિંગ દૂર કરે છે અને રંગ સુધારે છે અને ચમક વધારે છે.
ટેનિંગ દૂર કરે
દહીં ખાવાથી શિયાળા દરમિયાન સ્નાયુઓ અને હાડકાના દુખાવાને પણ રોકવામાં મદદ મળી શકે છે. કારણ કે તે કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી અને અન્ય ઘણા ખનિજોનો સ્ત્રોત છે. જો કે યોગ્ય સમયે તેનું સેવન કરવાનું ભૂલશો નહીં.