29 February 2024

માતા બનવા જઈ રહી છે દીપિકા પાદુકોણ, જાણો પ્રેગ્નેન્સી દરમિયાન કેવી રીતે કાળજી રાખવી

Pic credit - Freepik

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સપ્ટેમ્બરમાં માતા બનવા જઈ રહી છે. ટૂંક સમયમાં જ દીપવીરના ઘરમાં કિલકારીઓ ગૂંજશે.

દીપિકા છે પ્રેગ્નન્ટ

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે તે અને રણવીર સિંહ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં માતા-પિતા બની જશે.

સોશિયલ મીડિયા પોસ્ટ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે વર્ષ 2018માં લગ્ન કર્યાં હતાં. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે તેણે રણવીરને ટેગ પણ કર્યો છે.

2018માં થયાં લગ્ન

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થાય છે. આવી સ્થિતિમાં તેઓએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

વિશેષ ધ્યાન

પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન તમારી ખાવા-પીવાની આદતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારા આહારમાં ફળો, શાકભાજી, પ્રોટીન અને કેલ્શિયમનો સમાવેશ કરવો જોઈએ.

આહાર

પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન કાળજીપૂર્વક ચાલવું ખૂબ જ સારું અને સલામત માનવામાં આવે છે. ડોક્ટરોની સલાહ અનુસાર ચાલવાની પ્રક્રિયાને અનુસરવી.

કસરત કરો

આ સમયગાળામાં મનની શાંતિ અને બાળકની હેલ્થ માટે યોગ અને ધ્યાન કરવું ફાયદાકારક છે.

યોગ

તમારી પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન, ડૉક્ટર સાથે જોડાયેલા રહો. હેલ્થ એક્સપર્ટ તમને પ્રેગ્નેન્સી સંબંધિત મહત્વની સલાહ આપશે, જેનાથી પ્રેગ્નન્સીમાં તમે સ્વસ્થ રહેશો.

ડૉક્ટર સાથે જોડાયેલા રહો