21 june, 2024

કેનેડામાં ભારતીયો માટે કયું એરપોર્ટ સૌથી બેસ્ટ છે

કેનેડામાં કુલ 25 એરપોર્ટ છે, તાજેતરમાં આ તમામ એરપોર્ટને ભારતીય પ્રવાસીઓ અનુસાર શ્રેષ્ઠની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આ તમામ એરપોર્ટને 6 ફેક્ટરના આધારે રેન્કિંગ આપવામાં આવ્યું છે, જેમાંથી ડાયરેક્ટ ફ્લાઈટ ડેસ્ટિનેશન પ્રથમ ક્રમે છે.

કેસિનો હન્ટરના સ્થાપક દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે કે તે બધાને 100 સુધીનો સ્કોર મળ્યો છે, જેમાં કોઈ પણ એરપોર્ટને 75થી વધુનો સ્કોર આપવામાં આવ્યો નથી.

આ યાદીમાં પ્રથમ સ્થાને Saskatoon John G. ડાયફેનબેકર ઈન્ટરનેશનલ એરપોર્ટને 100માંથી 72 અંક મળ્યા છે.

આ એરપોર્ટમાં 15 હોટેલ્સ સાથે એક લાઉન્જ, 5 અલગ-અલગ ખાવાની સુવિધાઓ છે. વર્ષ 2022માં લગભગ 10 લાખ લોકોએ અહીંથી ઉડાન ભરી છે.

બીજા સ્થાને ક્વિબેક સિટી જીન લેસેજ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, જેને 100 માંથી 69.20નો સ્કોર આપવામાં આવ્યો છે. અહીંથી લગભગ 12 એરલાઇન્સ ઓપરેટ કરે છે.

આ યાદીમાં સેન્ટ જોન્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ, ઓટાવા મેકડોનાલ્ડ-કાર્ટીયર ઈન્ટરનેશનલ એરપોર્ટ અને થંડર બે ઈન્ટરનેશનલ એરપોર્ટ ટોપ પાંચ એરપોર્ટમાં સામેલ છે.