મોબાઈલમાં વધુ પડતી રીલ્સ જોવાથી થાય છે આ રોગ !

05 ડિસેમ્બર, 2024

હાલનાં સમયમાં અનેક લોકોને મોબાઈલમાં રીલ્સ જોવાની આદત પડી ગઈ છે તેમ કહેવામાં આવે તો ખોટું નથી.

હાથમાં મોબાઈલ રાખી સતત તેઓ એક જ વસ્તુ સર્ફિંગ કરતાં રહે છે.

મહત્વનું છે કે વધુ પડતી રીલ્સ જોવાના કારણે એક બીમારી થાય છે જેનું નામ છે 'બ્રેઈન રોટ'.

'બ્રેઈન રોટ' શબ્દને ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે 2024 માટે વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે.

'બ્રેન રોટ' નો મલતબ છે માનસિક સ્થિતિ ખરાબ થવી.

ખાસ કરીને વધુ પડતું ઓનલાઈન કન્ટેન્ટ જોવાથી આ બીમારી થાય છે.

સૌથી પહેલા આ શબ્દનો ઉપયોગ 1854માં અમેરિકન કવિ એ કર્યો હતો.

આ શબ્દ ડિજિટલ દુનિયાના જોખમને લાગુ પડે છે.

નોંધ : અહી આપવામાં આવેલી માહિતી ફક્ત આપાની જાણકારી માટે છે.