40 ફિલ્મો, ત્રણ ફ્લેટ, મમતા કુલકર્ણીએ બધું કોના માટે છોડી દીધું?

08 ડિસેમ્બર, 2024

90ના દાયકાની ગ્લેમરસ અને ફેમસ એક્ટ્રેસ મમતા કુલકર્ણી હાલમાં જ લગભગ 25 વર્ષ બાદ ભારત પરત આવી છે.

ભારત પરત ફર્યા બાદ તેણે એક વીડિયો શેર કર્યો અને જણાવ્યું કે તે મહાકુંભમાં ભાગ લેવા માટે દેશ પરત આવી છે.

ઈન્ટરવ્યુમાં મમતા કુલકર્ણીએ કહ્યું- મારી પાસે 40 ફિલ્મો હતી, ત્રણ ફ્લેટ, 4 કાર હતી, દુનિયાભરમાં 50 કોન્સર્ટ કર્યા હતા, પરંતુ મેં બધું જ છોડી દીધું હતું.

મમતા કુલકર્ણીએ કહ્યું- હું સત્યની શોધમાં નીકળી હતી. જેમ ગૌતમ બુદ્ધનો ઉદય થયો હતો. હું માત્ર તપસ્યા કરતી હતી, ભક્તિમાં તલ્લીન હતી.

મમતા કુલકર્ણી સામે 2000 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો કેસ ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો. જોકે, થોડા સમય પહેલા તેને બોમ્બે હાઈકોર્ટમાંથી ક્લીનચીટ મળી હતી.

આ દરમિયાન તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે બોલિવૂડમાં પાછી નહીં ફરે. તેણે કહ્યું- હું અહીં બોલિવૂડમાં જવા નથી આવી... હું આધ્યાત્મિક માર્ગ પર આગળ વધીશ.

તેણે કહ્યું- ઉંમર સાથે બધું સારું લાગે છે. મેં એ તબક્કો ખૂબ માણ્યો. પણ હવે હું આગળ વધી ગયો છું.