કઇ કિસમિસ સ્વાસ્થ્ય માટે વધુ લાભ આપશે?

07 Feb 2024

Pic credit - Freepik

શરીરને હેલ્ધી રાખવા માટે પુરતા વિટામીન અને પોષક તત્વો મળી રહે તે જરૂરી છે. તેના માટે દરરોજ કોઈને કોઈ ડ્રાઈફ્રુટ ખાવા જોઈએ.

ડ્રાઈફ્રુટ

પોષણની વાત કરીએ તો કિસમિસમાં આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, ફાઈબર, બી6, કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે.

કિસમિસના તત્વો

તમે એ પણ જોયું હશે કે બજારમાં બે પ્રકારની કિસમિસ મળે છે. એક પીળી અને બીજી કાળી, બંને અલગ-અલગ પ્રકારની દ્રાક્ષમાંથી બને છે.

બે પ્રકારની કિસમિસ

શું તમે જાણો છો કે કંઈ કિસમિસ વધુ ફાયદાકારક છે. કાળી કે પીળી, તો ચાલો જાણીએ તેના વિશે.

કંઈ છે ફાયદાકારક

કાળી કિસમિસ એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સીથી ભરપૂર હોય છે, તેનું સેવન વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે.

કાળી કિસમિસ

પીળી કિસમિસમાં ફાઈબર, આયર્ન, પોટેશિયમ હોય છે જે હિમોગ્લોબિન વધારવામાં, હાડકાંને મજબૂત કરવામાં અને એનર્જી વધારવામાં મદદરૂપ છે.

પીળી કિસમિસ

જો કે બંને કિસમિસ પોષણથી ભરપૂર છે અને તમે તમારી અનુકૂળતા મુજબ બેમાંથી એકનું સેવન કરી શકો છો.

કિસમિસનું સેવન

કિસમિસને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેનું સેવન કરો, તેનાથી તમને સંપૂર્ણ લાભ મળે છે.

કિસમિસ કેવી રીતે ખાવી