10 October 2025

ભારતની સૌથી મોટી IT કંપનીએ 'ડિવિડન્ડ' આપવાનું નક્કી કર્યું

ભારતની સૌથી મોટી IT કંપનીએ તેના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.

પરિણામો જાહેર કર્યા

આ સાથે જ કંપનીએ તેના શેરધારકોને પ્રતિ શેર ₹11 નું વચગાળાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. 

વચગાળાનું ડિવિડન્ડ આપશે

ડિવિડન્ડ મેળવવા માટેની રેકોર્ડ તારીખ 15 ઓક્ટોબર, 2025 નક્કી કરવામાં આવી છે, જ્યારે પેમેન્ટની તારીખ 4 નવેમ્બર, 2025 રાખવામાં આવી છે.

રેકોર્ડ તારીખ કઈ છે?

કંપનીએ વિવિધ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કર્યું છે. લાઇફ સાયન્સ અને હેલ્થકેર સેક્ટરમાં 3.4 ટકા, બેંકિંગ-નાણાકીય સર્વિસ અને વીમા (BFSI) માં 1.1 ટકા તેમજ મેન્યુફેક્ચરિંગમાં 1.6 ટકાનો વિકાસ જોવા મળ્યો છે.

કંપનીનું પ્રદર્શન ઉત્તમ 

TCS વિશ્વની સૌથી મોટી AI-આધારિત ટેકનોલોજી સર્વિસ કંપની બનવાનું લક્ષ્ય ધરાવે છે. આ માટે, કંપનીએ ઘણા મોટા પગલાં લીધાં છે.

'TCS' આપશે 'ડિવિડન્ડ'

મળતી માહિતી મુજબ, કંપની દ્વારા ભારતમાં 1 ગીગાવોટ AI ડેટાસેન્ટર બનાવવા માટે એક નવું બિઝનેસ યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું. 

AI ડેટાસેન્ટર પર કામ કર્યું 

નોંધનીય છે કે, શુક્રવારે TCS ના શેર 1.10 ટકા ઘટીને ₹3,028 પર બંધ થયા. 

શેર 1.10 ટકા ઘટયા

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં  કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો