24 ફેબ્રુઆરી 2024

ઓફિસની ખુરશી પર બેસીને પીઠનો દુખાવો થઈ ગયો છે, તો આટલું જરુર કરજો

Courtesy : socialmedia

નોકરી કરતા લોકો રોજના 8-10 કલાક ઓફિસમાં વિતાવે છે.આ સમય દરમિયાન એક જ સ્થિતિમાં બેસીને રહેવાથી કમર અને પીઠમાં દુખાવો થવા લાગે છે 

Courtesy : socialmedia

જો તમે પણ આ સમસ્યા છે પીડાવ છો તો આ ઉપાયોથી તમે થોડી જ મિનિટોમાં પીઠના દુખાવાથી  રાહત મળશે

Courtesy : socialmedia

પ્રથમ તમારે તમારી બેઠકની સ્થિતિ સુધારવાની જરૂર છે આથી લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું ન જોઈએ.

Courtesy : socialmedia

દર 30 મિનિટે ખુરશી પરથી ઉઠી અને આસપાસ થોડુ ચાલવું જેનાથી માસપેશીઓમાં હલનચલન થાય છે

Courtesy : socialmedia

આ દરમિયાન તમે શરીરને થોડું સ્ટ્રેચ પણ કરો જેથી તેમારું શરીર જકડાઈ નહીં જાય.

Courtesy : socialmedia

તમારી ગરદનને બધી દિશામાં ફેરવો. થોડીવાર ચાલવાથી અને ગરદન ઉપર, નીચે, જમણે, ડાબે ફેરવવાથી રક્ત પરિભ્રમણ વધે છે.

Courtesy : socialmedia

જો તમે કોમ્પ્યુટર પર કામ કરી રહ્યા છો, તો તમારા મોનિટર અથવા લેપટોપને એવી રીતે ગોઠવો કે તમારે કામ કરતી વખતે વધુ આગળ નમવું ન પડે.

Courtesy : socialmedia

 ખુરશીની પાછળ એક નાનું ઓશીકું  મૂકો, તેનાથી રાહત મળશે.

Courtesy : socialmedia

કેટલાક લોકો ક્રોસ સિટિંગ પોઝિશનમાં બેસે છે  એટલે કે એક પગ બીજાની ઉપર રાખીને બેસે છે, આ યોગ્ય નથી, આ રીતે બેસવાથી સમસ્યા વધી શકે છે.

Courtesy : socialmedia

જો તમે વારંવાર પીઠના દુખાવાની ફરિયાદ કરો છો, તો પછી નરમ નરમ ગાદીવાળી સીટ પર બેસવાનું ટાળો.

Courtesy : socialmedia