કબજિયાત એ પાચનતંત્રની એક સામાન્ય સમસ્યા છે. જેમાં મળ ત્યાગ મુશ્કેલ બની જાય છે. લાંબા સમય સુધી કબજિયાત રહેવાથી પેટમાં ભારેપણું, ગેસ અને એસિડિટી થઈ શકે છે. આવી સ્થિતિમાં આ ઘરેલું ઉપાયો અપનાવવા ફાયદાકારક છે.
કબજિયાતની સમસ્યા
ડૉ. અજય કુમાર કહે છે કે સવારે ખાલી પેટ હૂંફાળું પાણી પીવાથી આંતરડા એક્ટિવ થાય છે અને કબજિયાતથી રાહત મળે છે.
હૂંફાળું પાણી પીવો
તમારા આહારમાં ફળો, લીલા શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો. તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. ફાઇબર પાચન સરળ બનાવે છે અને મળને નરમ કરે છે.
ફાઇબરયુક્ત આહાર
રાત્રે સૂતા પહેલા એક ચમચી ત્રિફળા પાવડર હૂંફાળા પાણી સાથે લેવાથી કબજિયાતમાં ઝડપથી રાહત મળે છે.
ત્રિફળા પાવડરનું સેવન
એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ઘી ભેળવીને પીવાથી આંતરડાની દિવાલ લીસી અને ચીકણી બને છે અને મળની ગતિ સરળ બને છે.
ઘી અને ગરમ દૂધ
યોગ, પ્રાણાયામ અને વોક દ્વારા પાચન શક્તિમાં વધારો કરે છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે.