(Credit Image: AI)

22 September 2025

શું તમને ખબર છે કે, AC સતત કેટલા કલાક સુધી ચાલુ રાખી શકાય ?

તકનીકી રીતે, AC '24 કલાક' સતત ચલાવી શકાય છે. જો કે, આવું ના કરવું જોઈએ કારણ કે તે વીજળીના બિલમાં તો વધારો કરશે જ અને તેની સાથે સાથે તેના પર્ફોર્મન્સ ઉપર પણ અસર પડશે. 

24 કલાક સુધી

આનાથી એ પ્રશ્ન ઉભો થાય છે કે, AC સતત કેટલા સમય સુધી ચલાવી શકાય છે? સામાન્ય રીતે, એર કન્ડીશનરનો ઉપયોગ 8-10 કલાક સુધી સતત કરી શકાય છે. આ પછી, તેને 1-2 કલાક બંધ કરી દેવું જોઈએ. 

AC ક્યારે બંધ કરવું?

આ ઉપરાંત, જો તમે 8-10 કલાકની અંદર AC બંધ નથી કરી શકતા, તો તમે તેનું તાપમાન થોડું વધારી શકો છો, જેનાથી AC પર દબાણ ઘટશે અને તેના કોમ્પ્રેસર પરનો ભાર પણ ઘટશે. 

AC પર દબાણ ઘટશે

AC સતત ચલાવવાથી કોમ્પ્રેસર પર વધુ પડતુ દબાણ પડે છે, જેનાથી AC ખરાબ થઈ શકે છે અથવા તો વિસ્ફોટ થવાનું જોખમ વધી શકે છે. 

વિસ્ફોટ થવાનું જોખમ

AC માટેનું યોગ્ય તાપમાન 23-24 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોવું જોઈએ. આનાથી તમારું વીજળીનું બિલ ઘટશે અને AC પર ઓછો ભાર પડશે. 

યોગ્ય તાપમાન કયું?

જો ચોમાસા દરમિયાન AC નો ઉપયોગ કરી રહ્યા છો, તો તેને ડ્રાય મોડ પર સેટ કરી દો. 

ડ્રાય મોડ ચાલુ કરો