8 july 2025

દુનિયાનો આ દેશ, જ્યાં મંગળવાર અને શુક્રવારે લગ્નો નથી થતા !

Pic credit - AI

શું તમે જાણો છો કે દુનિયાનો એક એવો દેશ છે જ્યાં મંગળવાર અને શુક્રવારે લગ્ન નથી થતા? તો શું કારણ છે અને કયો દેશ છે ચાલો જાણીએ

Pic credit - AI

આ દેશ ગ્રીસ છે, અહીં મંગળવાર અને શુક્રવારે લગ્નો પર પ્રતિબંધ છે. આ પરંપરા સદીઓ જૂની ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલી છે.

Pic credit - AI

ગ્રીસમાં મંગળવારને અશુભ માનવામાં આવે છે, કારણ કે 1453 માં આ દિવસે કોન્સ્ટેન્ટિનોપલ પર હુમલો થયો હતો, જેના કારણે બાયઝેન્ટાઇન સામ્રાજ્યનું પતન થયુ હતુ.

Pic credit - AI

તમને જણાવી દઈએ કે ગ્રીસના લોકો માને છે કે આ દિવસે લગ્ન કરવાથી વૈવાહિક જીવનમાં આફત આવી શકે છે.

Pic credit - AI

તેમજ શુક્રવારના દિવસે ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ચડાવવામાં આવ્યા હતા. આથી ગ્રીસના લોકો તેને પ્રાયશ્ચિતનો દિવસ માને છે.

Pic credit - AI

આથી ખ્રિસ્તી માન્યતાઓ અનુસાર શુક્રવારે પણ લગ્નો જેવા શુભ પ્રસંગ પર પ્રતિબંધ છે. ગ્રીસમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ ખૂબ જ પ્રચલિત છે.

Pic credit - AI

ગ્રીસમાં, આ પરંપરા અંધશ્રદ્ધા નથી, પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખનો એક ભાગ છે.

Pic credit - AI

21મી સદીમાં, લોકોએ આધુનિક વિચારસરણી અપનાવવાનું શરૂ કર્યું છે, પરંતુ ગ્રીસના ગ્રામીણ વિસ્તારોમાં આ પરંપરા ચાલુ છે.

Pic credit - AI

ગ્રીસમાં, રવિવાર અને શનિવારને લગ્ન માટે શુભ માનવામાં આવે છે. લોકો આ દિવસોમાં તહેવારો અને ઉજવણીઓનું આયોજન કરે છે.

Pic credit - AI