દેશની રાજનીતિ પર વ્યાપક અસર કરવાની ક્ષમતા ધરાવતા મહિલા અનામત બિલને સંસદની મંજૂરી મળી ગઈ છે. લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ છે.
મહિલા અનામત બિલ પાસ થયા બાદ વડાપ્રધાન મોદીએ મહિલા સાંસદો સાથે ફોટો પડાવ્યો હતો.
ઘણી મહિલા સભ્યોએ બિલ પાસ કરાવવામાં પીએમ મોદીના નિર્ણાયક નેતૃત્વ માટે તેમની પ્રશંસા કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે એ જોઈને આનંદ થાય છે કે પરિવર્તનના પ્રણેતાઓ એ જ કાયદાની ઉજવણી કરવા માટે એકસાથે આવી રહ્યા છે જેને તેમણે સમર્થન આપ્યું છે.
નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થવાથી, ભારત આપણી નારી શક્તિ સાથે ઉજ્જવળ, વધુ સમાવિષ્ટ ભાવિની ટોચ પર ઊભું છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ સંસદમાં આ બિલ પાસ થવાને દેશની લોકતાંત્રિક યાત્રામાં એક ઐતિહાસિક ક્ષણ ગણાવી.
પીએમ મોદીએ કહ્યું કે આ ભારતની મહિલાઓ માટે મજબૂત પ્રતિનિધિત્વ અને સશક્તિકરણના યુગની શરૂઆત છે.
PM એ કહ્યું આપણા દેશની લોકતાંત્રિક યાત્રામાં આ નિર્ણાયક ક્ષણ છે. 140 કરોડ ભારતીયોને અભિનંદન.
રાજ્યમાં વરસાદને કારણે જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે યોજાઇ બેઠક