16 DEC 2023

જૂની શાલનો આ રીતે કરો ફરીથી ઉપયોગ

Pic credit - Freepik

ઘણી વાર વસ્તુઓ પડી રહેતી હોય છે એટલે તે જૂની થઈ જાય છે.

કેટલીક વાર તેની ડિઝાઈન પણ વર્તમાન સમય પ્રમાણે આપણને જૂની લાગવા માંડે છે

આજે તમને જૂની શાલનો કંઈ રીતે ફરીથી ઉપયોગ કરવો તેના વિશે જણાવશું

જૂની શાલને ફેંકવી નહીં, તેમાંથી સુંદર મફલર બનાવી શકાય છે.

મફલર બનાવો

જૂની શાલને તમારી મનપસંદ ડિઝાઈન પ્રમાણે કાપીને, સીવીને કોટી બનાવી શકો છો.  

કોટી બનાવો

ટેબલના માપની કાપીને તેને સીવી લો. ટેબલનો એકદમ નવો જ લુક લાગશે.

ટેબલ કવર

તમે સોફાના કવર પણ બનાવી શકો છો. મહેમાનો પણ જોતા જ રહેશે.

સોફા કવર

કબાટમાં કપડાં ગોઠવતા પહેલા તે શાલને પાથરો. તેનાથી કબાટની ધૂળ કપડાં પર નહીં ચોંટે.

કબાટમાં પાથરો 

પ્લેટ ફોર્મ સાફ કરવા માટે અથવા બાળકોના ટેબલ લુછવા માટે તેના નાના કટકા કરીને ઉપયોગમાં લઈ શકો છો.

સફાઈ માટે

શું તમે દરેક વખતે પાવર બેન્કથી ફોન ચાર્જ કરો છો? બેટરી ખરાબ થઈ શકે છે