શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું પૂરતું નથી

22 નવેમ્બર, 2025

શિયાળામાં તરસ ઓછી લાગે છે, તેથી લોકો પાણી ઓછું પીવે છે, પરંતુ શરીરને હાઇડ્રેશન એટલું જ જરૂરી છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર માત્ર પાણી પીવાથી સંપૂર્ણ હાઇડ્રેશન નથી મળતું.

પાણીની અછત થાય તો થાક લાગવો, ડ્રાય સ્કીન, માથાનો દુખાવો અને ચક્કર જેવી લક્ષણો દેખાઈ શકે છે.

શરીરને હાઇડ્રેટ રાખવા માટે સૂપ, નાળિયેર પાણી, ફળોના રસ અને હર્બલ ટી જેવી વસ્તુઓનો સમાવેશ કરો.

શિયાળામાં વધુ ચા–કોફી અને આલ્કોહોલ શરીરમાં ડિહાઇડ્રેશન વધી શકે છે.

શરીરના સંકેતો ઓળખો જેમાં, સૂકા હોઠ, પીળો પેશાબ અને સુસ્તી ડિહાઇડ્રેશનના મુખ્ય લક્ષણો છે.

પાણી સાથે અન્ય પૌષ્ટિક પ્રવાહી પીવાથી શરીર એનર્જેટિક રહે છે અને હાઇડ્રેશન સંતુલિત રહે છે.