17/12/2023
મરચુ કેમ તીખુ હોય છે? જાણો કારણ
વિશ્વભરનો ખોરાક મરચા વગર અધૂરો છે.
ભોજનમાં સ્વાદ ઉમેરવા માટે લાલ અને લીલા બંને મરચાંનો ઉપયોગ કરવામાં આવે છે.
લાલ હોય કે લીલા મરચા, દરેક પ્રકારના મરચાનો સ્વાદ તીખો હોય છે. ક્યારેક વધારે પડતું મરચું ખાધા પછી પેટમાં બળતરા થવા લાગે છે.
તમને જણાવી દઈએ કે મરચામાં કેપ્સેસીન નામનું એક કમ્પાઉન્ડ હોય છે, જે મરચામાં તીખાશ લાવે છે
કેપ્સેસીન મરચાના મધ્ય ભાગમાં હોય છે, જે તેને તીખુ અને ગરમ પ્રકૃતિનુ બનાવે છે. તે જીભ અને ત્વચાના જ્ઞાનતંતુઓને અસર કરે છે.
કેપ્સેસીન રક્તમાં પદાર્થ P નામનું રસાયણ છોડે છે, જે મગજમાં બળતરા અને ગરમીનો સિગ્નલ મોકલે છે
કેટલાક લોકો જ્યારે તીખાસ અનુભવે છે ત્યારે પાણી પીવે છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે પાણીથી મરચાની તીખાશ ઓછી થતી નથી. કેપ્સેસીન પાણીમાં દ્રાવ્ય નથી
વધુ પડતું મરચું ખાવાથી અસ્થમાનો અટેક પણ આવી શકે છે. તેથી, જો તમે અસ્થમાના દર્દી છો તો તમારે લાલ મરચાનું સેવન ટાળવું જોઈએ.
શિયાળામાં જરુર કરતા વધારે ગોળ ના ખાતા ! થશે આ 5 નુકસાન
અહીં ક્લિક કરો