જ્યારે ચારે તરફથી નિરાશા ઘેરી વળે ત્યારે આ ત્રણ વાતોનું રાખો ધ્યાન

 આચાર્ય ચાણક્યની ગણના દેશના મહાન સલાહકારો તરીકે થાય છે. 

તેમની જણાવેલી નીતિઓ આજે પણ લોકોને પ્રેરણા આપે છે.

ચાણક્ય નીતિ શાસ્ત્રમાં સમસ્યાઓનું નિવારણ કરવા માટે અનેક સૂત્રો દેવામાં આવ્યા છે. જેને અનુસરવાથી ઉત્તમ પરિણામની પ્રાપ્તિ થાય છે. 

ચાણક્ય નીતિ અનુસાર જ્યારે ચારે તરફ સમસ્યાઓ દેખાય તો વ્યક્તિએ સૌપ્રથમ નક્કર રણનીતિનું નિર્માણ કરવુ જોઈએ.

માનવામાં આવે છે કે ખરાબ સમયમાં નક્કર રણનીતિથી જો કામ કરવામાં આવે તો તમારો વિજય નિશ્ચિત છે. 

આ ઉપરાંત સ્વાસ્થ્ય અને પરિવારનું હંમેશા ધ્યાન રાખવુ જોઈએ. 

આચાર્ય ચાણક્યના અનુસાર સમય ગમે તેવો હોય માણસે હંમેશા તેના પરિવાર વિશે વિચારવુ જોઈએ.

માનવામાં આવે છે કે ખરાબ સમયમાં પરિવારે તેની ઢાલ બનીને ઉભુ રહેવુ જોઈએ.