24 March 2024

વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે ક્યારે અને કેટલો સૂર્યપ્રકાશ લેવો?

Pic credit - Freepik

મોટાભાગે વિટામિન ડી સૂર્યપ્રકાશમાંથી મળે છે. સવારનો કુણો તડકો વિટામિન ડી માટે બેસ્ટ છે.

વિટામિન ડી

હાડકાંને મજબૂત કરવા અને મગજના કાર્ય માટે, રોગપ્રતિકારક શક્તિ અને હૃદયને સ્વસ્થ રાખવા માટે વિટામિન ડી જરૂરી છે.

વિટામિન ડીની જરૂરિયાત

વિટામિન ડીની ઉણપને કારણે સ્નાયુઓમાં દુખાવો, હાડકાં, તણાવ, વાળ ખરવા, ભૂખ ન લાગવી જેવા લક્ષણો દેખાય છે.

વિટામિન ડીની ઉણપ

વિટામિન ડી માટે સૂર્યપ્રકાશ બેસ્ટ સ્ત્રોત માનવામાં આવે છે, તો ચાલો જાણીએ આ માટે ક્યારે અને કેટલો સૂર્યપ્રકાશ લેવો જોઈએ.

સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી

વિટામિન ડી મેળવવા માટે દરરોજ લગભગ 10 થી 30 મિનિટ સૂર્યપ્રકાશ લઈ શકાય છે. જોકે સમયગાળો ઉંમર પ્રમાણે બદલાઈ શકે છે.

સૂર્યપ્રકાશ કેટલો સમય લેવો

સવારે સૂર્યના સંપર્કમાં રહેવું સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. જેને આપણે કુણો તડકો કહી શકીએ.

યોગ્ય સમય કયો છે?

વિટામિન ડી માટે ઈંડા, ચીઝ, નારંગી, આખા અનાજ, દૂધ વગેરેનો તમારા રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ.

વિટામિન ડી રિચ ફૂડ

દરરોજ વધારે વાર તડકામાં બેસવાથી ત્વચા અને વાળને નુકસાન થઈ શકે છે. તેથી તમે ત્વચા પર સનસ્ક્રીન લગાવવાની સાથે કેપ પણ પહેરી શકો છો.

આ બાબતોનું ધ્યાન રાખો